મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

મહારાષ્ટ્ર-ઝારખંડ વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર, 23 નવેમ્બરે ચૂંટણીનું પરિણામ જાહેર થશે

મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીની તારીખ ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવી છે.મહારાષ

મહારાષ્ટ્ર-ઝારખંડ વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર, 23 નવેમ્બરે ચૂંટણીનું પરિણામ જાહેર થશે

મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીની તારીખ ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવી છે.મહારાષ્ટ્રમાં એક જ તબક્કામાં 20 નવેમ્બરે ચૂંટણી યોજાશે જ્યારે ચૂંટણીનું પરિણામ 23 નવેમ્બરે જાહેર થશે.

ઝારખંડમાં બે તબક્કામાં મતદાન યોજાશે. ઝારખંડમાં 13 અને 20 નવેમ્બરે મતદાન યોજાશે. મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાનું ચૂંટણીનું પરિણામ 23 નવેમ્બરે જાહેર થશે.

પેટા ચૂંટણીની તારીખ પણ જાહેર

48 વિધાનસભા અને 2 લોકસભા બેઠક પર પેટા ચૂંટણીની પણ જાહેરાત કરવામાં આવી છે. 13 નવેમ્બરે 47 વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી યોજાશે. કેદારનાથ વિધાનસભા પેટા ચૂંટણી માટે 20 નવેમ્બરે મતદાન થશે. આ સિવાય 2 લોકસભા બેઠક પર પણ પેટા ચૂંટણી 20 નવેમ્બરે યોજાશે. આ બે લોકસભા બેઠકમાં કેરળની વાયનાડ અને મહારાષ્ટ્રની નાંદેડ બેઠક પર પેટા ચૂંટણી યોજાશે. ગુજરાતમાં પણ વાવ વિધાનસભા બેઠક પર 13 નવેમ્બરે મતદાન યોજાશે.

ચૂંટણી પંચ કમિશનરની મહત્ત્વની વાતો

  • મહારાષ્ટ્રમાં મહિલા બુથ બનાવીશું
  •  સીનિયર નાગરિક ઘરેથી મત આપી શકશે.
  • મહારાષ્ટ્રમાં 9 કરોડ 63 લાખ મતદાર
  • ઝારખંડમાં કૂલ 2.6 કરોડ મતદારો
  • હરિયાણા અને જમ્મુ કાશ્મીરના લોકોનો આભાર,લોકોએ ભારે સંખ્યામાં મતદાન કર્યું.
  •  ભારત દરેક ચૂંટણીમાં રેકોર્ડ બનાવી રહ્યું છે.
  • ECએ સોશિયલ મીડિયાના દૂરઉપયોગને રોક્યો

મહારાષ્ટ્ર વિધાનસભાની 288 બેઠકો માટે મતદાન

મહારાષ્ટ્રની વાત કરીએ તો અહીં વિધાનસભાના 288 સભ્યોને ચૂંટવા માટે મતદાન થવાનું છે. રાજ્યમાં છેલ્લી વિધાનસભા ચૂંટણીઓ ઓક્ટોબર 2019 માં યોજાઈ હતી, જેમાં ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ હેઠળના જોડાણ એનડીએને સરકાર બનાવવા માટે સ્પષ્ટ બહુમતી મળી હતી, પરંતુ આંતરિક વિખવાદને કારણે, શિવસેના ગઠબંધન (NDA) છોડીને રાષ્ટ્રવાદીમાં જોડાઈ હતી.

મહારાષ્ટ્ર વિધાનસભા

બેઠક- 288
બહુમત માટે જરૂરી- 145

ઝારખંડ વિધાનસભા

બેઠક- 81
બહુમત માટે જરૂરી- 41

આ સમાચાર શેર કરો