મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

આકાશમાંથી પણ લઈ શકો છો મહાકુંભનો આનંદ, માત્ર આટલા રૂપિયામાં હેલિકોપ્ટર દ્વારા જોવા મળશે નજારો

પ્રયાગરાજમાં મહાકુંભના મહાપર્વનો શુભારંભ થઈ ગયો છે. આજે મહાકુંભનું પહેલું સ્નાન છે અને આજે તિથિ પણ અત્યંત પાવન અને ખૂબ

આકાશમાંથી પણ લઈ શકો છો મહાકુંભનો આનંદ, માત્ર આટલા રૂપિયામાં હેલિકોપ્ટર દ્વારા જોવા મળશે નજારો

પ્રયાગરાજમાં મહાકુંભના મહાપર્વનો શુભારંભ થઈ ગયો છે. આજે મહાકુંભનું પહેલું સ્નાન છે અને આજે તિથિ પણ અત્યંત પાવન અને ખૂબ ખાસ છે. આ કુંભ મેળો 26 ફેબ્રુઆરી એટલે કે લગભગ 45 દિવસો સુધી ચાલશે. મહાકુંભનો આનંદ તમે આકાશમાંથી પણ લઈ શકો છો એટલે કે તમે હેલિકોપ્ટર દ્વારા પણ મહાકુંભનો નજારો જોઈ શકો છો. ઉત્તર પ્રદેશ સરકારે શ્રદ્ધાળુઓને મોટી ભેટ આપતાં આની કિંમત પણ ઓછી નક્કી કરી છે.

આ પણ વાંચો: 10 લાખ કલ્પવાસી, 45 કરોડ ભક્તો... મહાકુંભનો આજથી પ્રયાગરાજ ખાતે પ્રારંભ

અડધા કરતાં પણ ઓછી થઈ હેલિકોપ્ટર રાઈડની કિંમત

મહાકુંભમાં હેલિકોપ્ટરથી મુસાફરીનું ભાડું હવે અડધાથી પણ વધુ ઘટાડીને 1,296 રૂપિયા પ્રતિ વ્યક્તિ કરી દેવાયું છે. પર્યટન અને સંસ્કૃતિ મંત્રી જયવીર સિંહે નિવેદનમાં કહ્યું કે '7-8 મિનિટની હેલિકોપ્ટર મુસાફરી 13 જાન્યુઆરીથી શરૂ થશે. હેલિકોપ્ટરની મુસાફરીનું ભાડું હવે 1,296 રૂપિયા પ્રતિ વ્યક્તિ હશે, જે પહેલા 3,000 રૂપિયા હતું.'

Upstdcની વેબસાઈટથી થશે બુકિંગ

આ મુસાફરી પર્યટકોને પ્રયાગરાજ શહેર ઉપરથી ભવ્ય મહાકુંભ વિસ્તારનો એરિયલ વ્યૂ બતાવશે. આ રાઈડને www.upstdc.co.in ના માધ્યમથી ઓનલાઈન બુક કરવામાં આવી શકે છે અને તેની સુવિધા ભારત સરકારના ઉપક્રમે પવન હંસ દ્વારા આપવામાં આવશે. સત્તાવાર નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે હવામાનના આધારે મુસાફરીનું સંચાલન થશે. યુપી પર્યટન અને સંસ્કૃતિ વિભાગે મેળા સ્થળ પર વોટર એન્ડ એડવેન્ચર સ્પોટ્સની પણ તૈયારી કરી છે. 

આ સાથે જ 24થી 26 જાન્યુઆરી સુધી વોટર લેઝર શો અને અન્ય પ્રવૃત્તિઓની સાથે-સાથે ડ્રોન શો પણ થશે. સમગ્ર દેશના પ્રસિદ્ધ કલાકાર 40 દિવસીય મેળા દરમિયાન પરફોર્મ કરશે. જેમાં યુપી દિવસ પણ સામેલ થશે. સિંગર શંકર મહાદેવન 16 જાન્યુઆરીએ અહીં ગંગા પંડાલમાં પ્રસ્તુતિ આપવાના છે અને સમાપન પ્રસ્તુતિ 24 ફેબ્રુઆરીએ મોહિત ચૌહાણ દ્વારા આપવામાં આવશે.

આ સમાચાર શેર કરો