મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

BREAKING: લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી બનશે ભારતીય સેનાના નવા વડા

લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી ભારતીય સેનાના નવા વડા બનશે. 30 જૂને જનરલ મનોજ પાંડેનું સ્

BREAKING: લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી બનશે ભારતીય સેનાના નવા વડા

લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી ભારતીય સેનાના નવા વડા બનશે. 30 જૂને જનરલ મનોજ પાંડેનું સ્થાન લેશે. ઉપેન્દ્ર દ્વિવેદીએ લાંબા સમયથી જમ્મુ-કાશ્મીરમાં સેવા આપી છે. આ વર્ષે 19 ફેબ્રુઆરીએ ઉપેન્દ્ર દ્વિવેદીએ આર્મી સ્ટાફના ડેપ્યુટી ચીફ તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો. 

કેન્દ્ર સરકારે ભારતીય સેનાના નવા વડા તરીકે લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીને નિમણૂક કરી છે. એક નિવેદન અનુસાર, ઉપેન્દ્ર દ્વિવેદી 30 જૂને ચાર્જ સંભાળશે, જ્યારે વર્તમાન આર્મી ચીફ જનરલ મનોજ  પાંડે તે જ દિવસે તેમના પદ પરથી રાજીનામું આપશે. 

મનોજ પાંડેને  મહિનાનું એક્સટેન્શન આપ્યું હતું

કેન્દ્ર સરકારે આર્મી ચીફ જનરલ મનોજ પાંડેને એક મહિનાનું એક્સટેન્શન આપ્યું હતું. જનરલ પાંડે 31 મેના રોજ નિવૃત્ત થવાના હતા પરંતુ હવે તેઓ 30 જૂન સુધી આ પદ પર રહેશે. 

જનરલ એમએમ નરવણેની નિવૃત્તિ પછી જનરલ પાંડેએ 30 એપ્રિલ, 2022 ના રોજ સેનાના  વડા તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. આર્મી ચીફનું પદ સંભાળતા પહેલા જનરલ પાંડે વાઇસ ચીફ તરીકે ફરજ બજાવતા હતા. 

આ સમાચાર શેર કરો