લોકસભા ચૂંટણી: સાતમા અને અંતિમ તબક્કાનું મતદાન પૂર્ણ, બિહારમાં સૌથી ઓછુ વોટિંગ
Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણીના સાતમા તબક્કા હેઠળ આઠ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 57 લોકસભા બ

Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણીના સાતમા તબક્કા હેઠળ આઠ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 57 લોકસભા બેઠકો પર મતદાન થયું હતું. ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, સાતમા તબક્કામાં 5 વાગ્યા સુધી સરેરાશ 58.34 ટકા મતદાન થયું છે. સૌથી વધુ બંગાળમાં થયું છે. જ્યારે સૌથી ઓછુ બિહારમાં વોટિંગ થયું છે.
|
રાજ્ય |
5 વાગ્યા સુધીમાં મતદાન |
|
બિહાર |
48.86% |
|
ચંદીગઢ |
62.80% |
|
હિમાચલ |
66.56% |
|
ઝારખંડ |
67.95% |
|
ઓડિશા |
62.46% |
|
પંજાબ |
55.20% |
|
ઉત્તર પ્રદેશ |
54.00% |
|
પ. બંગાળ |
69.89% |
લોકસભા ચૂંટણી 2024માં સાતમા અને અંતિમ તબક્કા માટે મતદાન થઇ રહ્યું છે.1 વાગ્યા સુધી 40.09 % મતદાન થયું છે. બિહારમાં સૌથી ઓછું 35.65 % જ્યારે હિમાચલ પ્રદેશમાં સૌથી વધુ 48.63 % મતદાન થયું છે. આ પહેલા 11 વાગ્યા સુધી 26.30 % મતદાન થયું હતું. આ પહેલા 9 વાગ્યા સુધી 11.31 % મતદાન થયું હતું.
1 વાગ્યા સુધી ક્યા કેટલુ મતદાન
| રાજ્ય | ટકા મતદાન |
| બિહાર | 35.65 % |
| ચંદીગઢ | 40.14 % |
| હિમાચલ પ્રદેશ | 48.63 % |
| ઝારખંડ | 46.80 % |
| ઓરિસ્સા | 37.64 % |
| પંજાબ | 37.80 % |
| ઉત્તર પ્રદેશ | 39.31 % |
| પશ્ચિમ બંગાળ | 45.07 % |
જે બેઠકો પર સાતમા અને અંતિમ તબક્કામાં મતદાન યોજાઇ રહ્યું છે તેમાં પંજાબ અને ઉત્તર પ્રદેશની 13-13 બેઠક, પશ્ચિમ બંગાળની 9 બેઠક, બિહારની 8 બેઠક, ઓરિસ્સાની 6 બેઠક, હિમાચલ પ્રદેશની 4 બેઠક, ઝારખંડની 3 બેઠક અને એક ચંદીગઢની બેઠક સામેલ છે.
આ તબકકામાં કેટલાક મોટા દિગ્ગજોનું નસીબ દાંવ પર છે. આ તબક્કામાં કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર હમીરપુરથી, મમતા બેનરજીના ભત્રીજા અભિષેક બેનરજી ડાયમંડ હાર્બરથી, લાલુ પ્રસાદની દીકરી મીસા ભારતી પાટલિપુત્રથી, એક્ટ્રેસ કંગના રનૌત મંડી બેઠક પરથી મેદાનમાં છે.







