લોકસભા સ્પીકર બનતાં જ ઓમ બિરલાએ કહી એવી વાત, પહેલા જ દિવસથી ધમાલ
લોકસભામાં બુધવારે કંઈક અલગ જ દૃશ્ય જોવા મળ્યું. એક તરફ વિપક્ષે ઓમ બિરલાને ફરીથી લોકસભા સ્પીકર બનાવતા સ્વા

લોકસભામાં બુધવારે કંઈક અલગ જ દૃશ્ય જોવા મળ્યું. એક તરફ વિપક્ષે ઓમ બિરલાને ફરીથી લોકસભા સ્પીકર બનાવતા સ્વાગત કર્યું પરંતુ તેમની હકાલપટ્ટીના મામલાઓને લઈને ટોણા પણ માર્યા હતા. હસી મજાક ભર્યા વાતાવરણમાં થોડીક વારમાં તો ખેલ સાવ પલટાઈ ગયો હોય એવું લાગ્યું. સ્પીકર ઓમ બિરલાએ તેમના પહેલા જ ભાષણમાં સંપૂર્ણપણે અલગ વલણ દર્શાવતા વિપક્ષ સ્તબ્ધ થઈ ગયો.
ઓમ બિરલાએ ગૃહમાં 1975માં ઈન્દિરા સરકાર દ્વારા લાદવામાં આવેલી ઈમરજન્સીની વર્ષગાંઠનો ઉલ્લેખ કરી કહ્યું કે, આ ગૃહ ઈમરજન્સીની સખત નિંદા કરે છે. પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ દેશમાં ઈમરજન્સી લાદી હતી. મીડિયા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો અને લોકોના અધિકારો છીનવાઈ ગયા. ઈમરજન્સીને લોકશાહીના ઈતિહાસનો કાળો અધ્યાય ગણાવ્યો હતો, તેના માટે કોંગ્રેસને ઘેરી લેવામાં આવી હતી અને ગૃહમાં બે મિનિટનું મૌન પણ પાળવામાં આવ્યું હતું.
સ્પીકરના આ નિવેદન બાદ ભારે હોબાળો થયો હતો. વિપક્ષી નેતાઓએ સૂત્રોચ્ચાર શરૂ કર્યા હતા. ગૃહની બહાર પણ વિપક્ષ દ્વારા વિરોધ પ્રદર્શન ચાલુ છે. વિપક્ષી સાંસદોએ સ્પીકરના આ નિવેદનથી ખફા થયા છે. લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ કહ્યું, "આ ગૃહ 1975માં કટોકટી લાદવાના નિર્ણયની સખત નિંદા કરે છે.આ સાથે અમે તે તમામ લોકોના સંકલ્પની પ્રશંસા કરીએ છીએ જેમણે ઇમરજન્સીનો વિરોધ કર્યો, સંઘર્ષ કર્યો અને ભારતના લોકતંત્રની સુરક્ષાની જવાબદારી નિભાવી.
કટોકટી અંગે સ્પીકર સહિતના શાસક પક્ષના નેતાઓએ 2 મિનિટનું મૌન પાળ્યું હતું, પરંતુ વિપક્ષે સૂત્રોચ્ચાર ચાલુ રાખ્યા હતા. હાલમાં લોકસભાને ગુરુવાર (27 જૂન) સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. સ્પીકર તરીકે ચૂંટાયા પર ઓમ બિરલાએ કહ્યું, "હું વડા પ્રધાન નરેન્દ્ર મોદી, સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુ અને ગૃહના તમામ સભ્યોનો આભાર માનું છું કે તેમણે મને ફરીથી ગૃહના અધ્યક્ષ તરીકે કામ કરવાની તક આપી. મારા પર વિશ્વાસ કરનારા દરેકનો આભાર.






