મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

દેશના ઇતિહાસમાં પ્રથમ વખત લોકસભાના અધ્યક્ષ માટે ચૂંટણી, ઓમ બિરલાની સામે કોંગ્રેસે કે.સુરેશને ઉતાર્યા

દેશના ઇતિહાસમાં પ્રથમ વખત લોકસભાના સ્પીકર માટે ચૂંટણી યોજાશે. ઓમ બિરલાની સામે કોંગ્રેસના કે.સુરેશે નોમિનેશન

દેશના ઇતિહાસમાં પ્રથમ વખત લોકસભાના અધ્યક્ષ માટે ચૂંટણી, ઓમ બિરલાની સામે કોંગ્રેસે કે.સુરેશને ઉતાર્યા

દેશના ઇતિહાસમાં પ્રથમ વખત લોકસભાના સ્પીકર માટે ચૂંટણી યોજાશે. ઓમ બિરલાની સામે કોંગ્રેસના કે.સુરેશે નોમિનેશન દાખલ કર્યું છે. લોકસભાના અધ્યક્ષ માટે નોમિનેશનનો આજે અંતિમ દિવસ હતો. સ્પીકર પદ માટે સહમતિ ના બનતા વિપક્ષે પણ પોતાનો ઉમેદવાર ઉતાર્યો છે.

ઓમ બિરલા વિરૂદ્ધ કોંગ્રેસે કે સુરેશને ઉતાર્યા

દેશના ઇતિહાસમાં પ્રથમ વખત લોકસભાના અધ્યક્ષ પદ માટે ચૂંટણી યોજાવા જઇ રહી છે. NDA તરફથી ઓમ બિરલા સ્પીકરના ઉમેદવાર હશે જ્યારે INDIA ગઠબંધન તરફથી કે સુરેશને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. બન્ને નેતાઓ પોતાનું નોમિનેશન ભર્યું છે. હવે કાલે લોકસભાના અધ્યક્ષ માટે ચૂંટણી યોજાશે.

લોકસભામાં શું છે નંબરગેમ?

લોકસભાના નંબરગેમની વાત કરીએ તો આ વખતે તસવીર 2014 અને 2019ના મુકાબલે અલગ છે. NDAની આગેવાની કરતી ભાજપ 240 બેઠક સાથે સૌથી મોટી પાર્ટી છે પરંતુ બે ચૂંટણી બાદ પાર્ટી પૂર્ણ બહુમત માટે જરૂરી 272નો જાદુઇ આંકડાથી પાછળ રહી ગઇ છે. લોકસભામાં NDAના 293 સભ્ય છે. વિપક્ષની વાત કરીએ તો કોંગ્રેસને 99 બેઠક પર જીત મળી હતી પરંતુ રાહુલ ગાંધી બે બેઠક પરથી જીત્યા હતા આ હિસાબથી સાંસદોની સંખ્યા 98 હતી. રાહુલ ગાંધીએ વાયનાડની બેઠક છોડી દીધી છે. એવામાં પાર્ટીની બેઠક હવે 98 થઇ ગઇ છે. કોંગ્રેસની આગેવાની ધરાવતા INDIA ગઠબંધનના 233 સાંસદ છે. સાત અપક્ષ સહિત 16 અન્ય પણ ચૂંટણી જીતીને સંસદ પહોંચ્યા છે.

લોકસભાના પ્રથમ સત્રનો આજે બીજો દિવસ

18મી લોકસભાના પ્રથમ સત્રનો આજે બીજો દિવસ છે. આજે પણ લોકસભામાં શપથ ગ્રહણ કાર્યક્રમ યોજાશે. કાલે પીએમ મોદી સહિત 266 સાંસદોએ શપથ ગ્રહણ કર્યા હતા. બાકી સાંસદ આજે શપથ લેશે. 

આ સમાચાર શેર કરો