મહારાષ્ટ્રમાં 27 ટકા OBC આરક્ષણ સાથે થશે સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ, સુપ્રીમ કોર્ટ આપ્યો નિર્ણય

મુંબઈ અને થાણે સહિત મહારાષ્ટ્રના તમામ મ્યુનિસિપલ કોર્પોરેશનો અને સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીનો માર્ગ હવે સાફ થઈ ગયો છે. સુપ્રીમ કોર્ટે સોમવારે 5 ઓગસ્ટે એક મહત્વપૂર્ણ નિર્ણય આપતા કહ્યું છે કે, આ ચૂંટણીઓમાં 27 ટકા OBC અનામત લાગુ કરવામાં આવશે અને ચૂંટણીઓ નવા વોર્ડ વિભાગ ના આધારે યોજાશે.
શું મામલો છે?
કેટલાક સમયથી, મહારાષ્ટ્રમાં મ્યુનિસિપલ ચૂંટણીઓ સ્થગિત હતી કારણ કે નવા વોર્ડ વિભાગના માળખા અને OBC અનામત અંગે કાનૂની વિવાદ ચાલતો હતો. કેટલાક અરજદારોએ કોર્ટમાં નવા વોર્ડ માળખાને પડકાર્યો હતો.
કોર્ટે શું કહ્યું?
સુપ્રીમ કોર્ટની બેન્ચ, જેમાં ન્યાયાધીશ સૂર્યકાંતનો સમાવેશ થતો હતો, તેણે સ્પષ્ટપણે કહ્યું હતું કે તમામ મ્યુનિસિપલ ચૂંટણીઓમાં 27 ટકા OBC અનામત લાગુ રહેશે. કોર્ટે એમ પણ કહ્યું હતું કે ચૂંટણીઓ નવા વિભાગ માળખા મુજબ જ યોજાશે અને નવા વોર્ડ માળખાને પડકારતી બધી અરજીઓ ફગાવી દેવામાં આવી છે.
સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ, હવે મહારાષ્ટ્ર સરકારે ચાર અઠવાડિયામાં ચૂંટણી પંચ દ્વારા જાહેરનામું બહાર પાડવું પડશે અને ચાર મહિનાની અંદર ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે. આ નિર્ણય મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) ના 227 વોર્ડ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં લાગુ પડશે.
સુપ્રીમ કોર્ટના આદેશ પર, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે અન્ય પછાત વર્ગો (OBC) માટે 27 ટકા અનામત સાથે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજવાનો માર્ગ મોકળો થઈ ગયો છે. પત્રકારો સાથે વાત કરતા દેવેન્દ્ર ફડણવીસે કહ્યું, 'સુપ્રીમ કોર્ટે 6 મેના રોજ પહેલાથી જ નિર્દેશ આપ્યો હતો કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ 2017ના OBC અનામત મુજબ યોજવામાં આવે. સોમવારે આ નિર્દેશને ફરીથી સમર્થન આપવામાં આવ્યું. હવે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં સમગ્ર OBC અનામત લાગુ થશે. દેવેન્દ્ર ફડણવીસે વધુમાં કહ્યું કે 2022માં બનાવેલો વોર્ડ સીમાંકન કાયદો રદ કરવામાં આવ્યો છે.

