Video: રિન્યૂએબલ એનર્જી સમિટ

સોર્સ: gstv

દિલ્હીમાં યોજાયેલા ભારત રિન્યૂએબલ એનર્જી સમિટ 2026માં નવીનીકરણીય ઊર્જા ક્ષેત્રને પ્રોત્સાહન આપવા મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. સમિટમાં એસોસિએશન ઓફ રિન્યૂએબલ એનર્જી એજન્સીઝ ઓફ સ્ટેટ્સના સંયુક્ત સ્ટોલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ત્રિપુરાના ઊર્જા સચિવ, જમ્મુ-કાશ્મીરના વિજ્ઞાન અને ટેક્નોલોજી સચિવ તેમજ મણિપુરના વીજ સચિવના હસ્તે સ્ટોલનું સંયુક્ત ઉદ્ઘાટન કરાયું હતું. આ સ્ટોલના માધ્યમથી વિવિધ રાજ્યોમાં નવીનીકરણીય ઊર્જા ક્ષેત્રે થઈ રહેલા પ્રયાસો અને કામગીરીને પ્રદર્શિત કરવામાં આવી રહી છે. સમિટમાં સ્વચ્છ ઊર્જા અને ટકાઉ વિકાસને લઈને વિવિધ પહેલો પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. આ આયોજનથી રાજ્યો વચ્ચે ઊર્જા ક્ષેત્રે સહયોગ અને નવી ટેક્નોલોજીના આદાનપ્રદાનને પ્રોત્સાહન મળશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત