મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

ભારતમાં જોવા મળ્યો અદભૂત નજારો, NASAના એસ્ટ્રોનોટે અવકાશમાંથી લીધી તસવીર

નાસાના અવકાશયાત્રી મેથ્યુ ડોમિનિકે તાજેતરમાં અવકાશમાંથી લીધેલી ભારતની એક દુર્લભ તસ્વીર શેર કરી છે. 17 ઓગસ્ટે પોસ્ટ કરવામાં આવે

ભારતમાં જોવા મળ્યો અદભૂત નજારો, NASAના એસ્ટ્રોનોટે અવકાશમાંથી લીધી તસવીર

નાસાના અવકાશયાત્રી મેથ્યુ ડોમિનિકે તાજેતરમાં અવકાશમાંથી લીધેલી ભારતની એક દુર્લભ તસ્વીર શેર કરી છે. 17 ઓગસ્ટે પોસ્ટ કરવામાં આવેલી આ તસ્વીરમાં રાત્રિના આકાશમાં પ્રકાશ પડવાનો અદભૂત નજારો જોવા મળી રહ્યો છે.  આ પોસ્ટને અત્યાર સુધીમાં 1 મિલિયનથી વધુ લોકો જોઈ ચૂક્યા છે.

ડોમિનિકે આ તસ્વીરના કેપ્શનમાં લખ્યું, 'લાઈટનિંગ ઓવર ઈન્ડિયા એટ નાઈટ'. ડોમિનિકે જણાવ્યું કે. સ્પેસ સ્ટેશનની ઝડપી ગતિ અને 1/5 સેકન્ડના એક્સપોઝર ટાઈમને કારણે આ પટ્ટાઓ રચાયા હતા.

યુઝર્સે તેને કુદરતનો અદ્ભુત ચમત્કાર ગણાવ્યો

આ તસ્વીરની સોશિયલ મીડિયા ખૂબ ચર્ચા જગાવી છે. આ દુર્લભ નજારો જોઈને લોકો ચોંકી ગયા છે.  આ અદભૂત તસ્વીરના વખાણ કરી રહ્યા છે. કેટલાક યુઝર્સ તેને કુદરતનો અદ્ભુત ચમત્કાર ગણાવી રહ્યા છે તો કેટલાક તેને ડોમિનિકની પરફેક્ટ ફોટોગ્રાફીનું પરિણામ ગણાવી રહ્યા છે. 

વળી, કેટલાક લોકો એવું પણ કહી રહ્યા છે કે અવકાશમાંથી લેવાયેલ આ દૃશ્ય દર્શાવે છે કે વિજ્ઞાન અને પ્રકૃતિ વચ્ચેનો સમન્વય આપણી દુનિયાને કેવી રીતે વધુ સુંદર બનાવે છે.

આ સમાચાર શેર કરો