‘RSS મોદીનો વિકલ્પ શોધી રહી છે, સરકાર ટકશે નહીં’ આ નેતાએ કર્યો દાવો
આરએસએસ મોદીનો વિકલ્પ શોધી રહી છે અને જો સરકાર બનશે તો તે લાંબો સમય સુધી નહીં ચાલે, દેવેન્દ્ર ફ

આરએસએસ મોદીનો વિકલ્પ શોધી રહી છે અને જો સરકાર બનશે તો તે લાંબો સમય સુધી નહીં ચાલે, દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રની રાજનીતિનો ‘ખલનાયક’ છે. શિવસેનાના નેતા સંજય રાઉતે આ દાવો કર્યો છે.
શિવસેનાના નેતા સંજય રાઉતે ગુરુવારે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પર નિશાન સાધતા તેમને મહારાષ્ટ્રના રાજકારણના “ખલનાયક” ગણાવ્યા હતા. તેમને રાઉત પર અનેક પરિવારોને બરબાદ કરવાનો અને રાજકીય બદલો લેવાનો પણ આરોપ લગાવ્યો. ફડણવીસે નાયબ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવાની ઓફર કર્યાના એક દિવસ બાદ રાઉતનું નિવેદન આવ્યું છે. લોકસભા ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં ભાજપની લોકસભા બેઠકોની સંખ્યા 23થી ઘટીને 9 થઈ ગઈ છે. આ હાર બાદ ફડણવીસે હારની જવાબદારી લીધી અને રાજીનામું ઓફર કર્યું હતું.
તેમને કહ્યું હતું કે તેઓ આ વર્ષના અંતમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા પાર્ટી માટે સંપૂર્ણ રીતે કામ કરવા માંગે છે. દિલ્હીમાં પત્રકારો સાથે વાત કરતા રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે કહ્યું, "મહારાષ્ટ્રના રાજકારણમાં જો કોઈ 'ખલનાયક' હોય તો તે દેવેન્દ્ર ફડણવીસ છે. લોકસભા ચૂંટણીમાં ભાજપની હારનું કારણ દેવેન્દ્ર ફડણવીસ છે. તેમને રાજકીય બદલો લેવાના અનેક પ્રયાસો કર્યા છે.
આરએસએસ મોદીનો વિકલ્પ શોધી રહી છે
સંજય રાઉતે એમ પણ કહ્યું છે કે જો નરેન્દ્ર મોદી તોડજોડ કરી ત્રીજી વખત વડાપ્રધાન બનવાનો પ્રયાસ કરશે તો તેમની સરકાર લાંબો સમય નહીં ચાલે. તેમને દાવો કર્યો છે કે આરએસએસ મોદીનો વિકલ્પ શોધી રહી છે. રાઉતે એવો પણ આક્ષેપ કર્યો હતો કે 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપને જંગી બહુમતી મળ્યા બાદ મોદી અને અમિત શાહે આરએસએસ પર વર્ચસ્વ જમાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ હવે આરએસએસ એવી સ્થિતિમાં છે જ્યાં તે નિર્ણય લઈ શકે છે અને મોદીને આવું કરવા દબાણ કરી શકે છે અને તેમને ઘરે પણ મોકલી શકે છે. તેમને દાવો કર્યો કે, "મોદી પાર્ટીની અંદર વિરોધનો સામનો કરી રહ્યા છે. મારી માહિતી મુજબ સંઘનું ટોચનું નેતૃત્વ વિકલ્પોની શોધમાં વ્યસ્ત છે." સંજય રાઉતે કહ્યું કે મોદી વડાપ્રધાન નહીં બની શકે કારણ કે તેઓ 2024ની લોકસભા ચૂંટણીમાં 'હાર' પામ્યા છે. તેમને કહ્યું, “મોદીના નેતૃત્વમાં ચૂંટણી લડવામાં આવી હતી અને ભાજપને બહુમતી મળી ન હતી. આગામી સરકાર ટેકાના સહારે રચાશે.
લોકસભા ચૂંટણીમાં શું હશે સમીકરણો?
મહા વિકાસ આઘાડી (MVA), કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરેની શિવસેના (UBT) અને શરદ પવારની આગેવાની હેઠળની NCP(SP) નું ગઠબંધન, લોકસભા ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં 48 બેઠકોમાંથી 30 બેઠકો જીતી છે. કોંગ્રેસે 13, શિવસેના (UBT) નવ અને NCP (શરદ પવાર)ને આઠ બેઠકો જીતી હતી. રાજ્યના શાસક મહાગઠબંધનમાં ભાજપ, મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેના અને નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારની આગેવાની હેઠળની NCPનો સમાવેશ થાય છે. લોકસભા ચૂંટણીમાં મહાયુતિએ 17 બેઠકો જીતી હતી, જ્યારે એક બેઠક અપક્ષ ઉમેદવારને ગઈ હતી. ભાજપે 9 બેઠકો, શિવસેનાને 7 અને NCPને માત્ર એક બેઠક મળી હતી.








