Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Lawrence's brother Anmol Bishnoi to be brought to India from America

લોરેન્સના ભાઈ અનમોલ બિશ્નોઈને અમેરિકાથી ભારત લાવવામાં આવશે,બાબા સિદ્દીકી હત્યામાં આરોપી

Timeછેલ્લું અપડેટ : 18 Nov 2025
લાઇવ ટીવીGoogle News
લોરેન્સના ભાઈ અનમોલ બિશ્નોઈને અમેરિકાથી ભારત લાવવામાં આવશે,બાબા સિદ્દીકી હત્યામાં આરોપી
સોર્સ : GOOGLE

બાબા સિદ્દિકી હત્યા કેસ અને સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરવાના કેસમાં સંડોવાયેલા ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇના ભાઇ અનમોલ બિશ્નોઇને અમેરિકામાંથી ભારત લાવવામાં આવી રહ્યો છે. ભારત સરકાર લાંબા સમયથી અનમોલના પ્રત્યાર્પણના પ્રયાસ કરી રહી હતી. હવે અમેરિકાએ બાબા સિદ્દિકીના દીકરા જીશાન સિદ્દિકીને જાણકારી આપી છે કે, અમેરિકાએ અનમોલને ડિપોર્ટ કર્યો છે.

App Store

અનમોલ સલમાનના ઘરે હુમલો સહિત અનેક ગુનામાં સામેલ

અનમોલ બિશ્નોઈ બાબા સિદ્દીકી હત્યાના કેસનો આરોપી છે. આ ઉપરાંત તેના પર અભિનેતા સલમાન ખાનના ઘર પર હુમલાનું ષડયંત્ર રચવાનો પણ આરોપ છે. અનમોલ અનેક ગંભીર ગુનામાં સંડોવાયેલો છે. તેને અમેરિકાથી ભારત લાવવો, તે તપાસ એજન્સીઓની મોટી સફળતા ગણાશે.

અનમોલને ભારત લાવીને પૂછપરછ કરાશે

અનમોલ બિશ્નોઈ (Anmol Bishnoi) પર મુંબઈના જાણીતા રાજકારણી બાબા સિદ્દીકીની હત્યાના કેસમાં સામેલ હોવાનો ગંભીર આરોપ છે. આ ઉપરાંત તેના પર બોલિવૂડ અભિનેતા સલમાન ખાનના ઘર પર થયેલા હુમલાની સનસનીખેજ કાવતરામાં પણ મુખ્ય ભૂમિકા ભજવવાનો આરોપ છે. સુરક્ષા એજન્સીઓ તેને ભારતમાં લાવીને આકરી પૂછપરછ કરશે, જેમાં કેસમાં યોગ્ય તપાસ થવાની અને સંગઠિત ગુનાખોરીના આંતરરાષ્ટ્રીય નેટવર્કને ખુલ્લું પાડવાની આશા છે.

તમામ સુરક્ષા અને કાયદાકીય પ્રક્રિયાઓ પૂર્ણ થયા બાદ અનમોલને ભારતીય તપાસ એજન્સીઓને સોંપવામાં આવશે. ભારત આવતાની સાથે જ પોલીસ આ તમામ ગંભીર મામલાઓના સંબંધમાં તેની સઘન પૂછપરછ શરૂ કરશે.