'ફોન ઉઠાવતો નહતો' બાદશાહની ક્લબ બહાર થયેલા વિસ્ફોટની જવાબદારી લોરેન્સ ગેન્ગે લીધી
ચંદીગઢમાં બે નાઇટ ક્લબની બહાર થયેલા વિસ્ફોટની જવાબદારી લોરેન્સ બિશ્નોઇ ગેન્ગના ગોલ્

ચંદીગઢમાં બે નાઇટ ક્લબની બહાર થયેલા વિસ્ફોટની જવાબદારી લોરેન્સ બિશ્નોઇ ગેન્ગના ગોલ્ડી બરાર અને રોહિત ગોદારાએ લીધી છે. સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા બન્નેએ આ વિસ્ફોટની જવાબદારી લીધી છે. સોશિયલ મીડિયા પોસ્ટ પર તેમને દાવો કર્યો કે જે સિલ્વર રેસ્ટોરન્ટમાં વિસ્ફોટ કરવામાં આવ્યો છે તેના માલિક રેપર બાદશાહ છે.'
પોસ્ટ દ્વારા દાવો કરવામાં આવ્યો કે રેસ્ટોરન્ટના માલિકને ખંડણી માટે કોલ કરવામાં આવ્યો હતો પરંતુ તેને કોલ રિસીવ કર્યો નહતો. GSTV સોશિયલ મીડિયા પોસ્ટની પૃષ્ટી કરતું નથી. પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે.
ચંદીગઢમાં એક ક્લબ બહાર થયા હતા બે વિસ્ફોટ
મહત્ત્વપૂર્ણ છે કે ચંદીગઢમાં બે નાઇટ ક્લબની બહાર વિસ્ફોટ થયો હતો. શંકાસ્પદ હુમલાખોરોએ સેક્ટર 26માં સ્થિત નાઇટ ક્લબ તરફ વિસ્ફોટક ફેક્યા હતા.
આ પણ વાંચો: ચંદીગઢમાં રેપર બાદશાહના નાઇટ ક્લબ પાસે વિસ્ફોટ, પોલીસે તપાસ હાથ ધરી
કહેવામાં આવે છે બે અજાણ્યા બાઇક સવારોએ શંકાસ્પદ વિસ્ફોટક ફેક્યા હતા. શંકાસ્પદોએ ચાર વાગ્યાની આસપાસ આ હુમલો કર્યો હતો. જોકે, આ ઘટનામાં કોઇ ઘાયલ થયું નહતું. વિસ્ફોટ બાદ પોલીસે તપાસ હાથ ધરી હતી.






