મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

લોરેન્સ બિશ્નોઈ ગેંગના શાર્પ શૂટરની ધરપકડ, સલમાન ખાનના ઘરની કરી હતી રેકી

હરિયાણા અને મુંબઈ પોલીસના જોઈન્ટ ઓપરેશનમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગના એક સભ્યની પાણીપતથી ધરપકડ કરવામાં આવી છે. નવી મુંબઈની

લોરેન્સ બિશ્નોઈ ગેંગના શાર્પ શૂટરની ધરપકડ, સલમાન ખાનના ઘરની કરી હતી રેકી

હરિયાણા અને મુંબઈ પોલીસના જોઈન્ટ ઓપરેશનમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગના એક સભ્યની પાણીપતથી ધરપકડ કરવામાં આવી છે. નવી મુંબઈની પનવેલ સિટી પોલીસ અને હરિયાણા પોલીસે સંયુક્ત રીતે એક ઓપરેશન હાથ ધરીને સલમાન ખાનની સોપારી લેનાર બિશ્નોઈ ગેંગના શાર્પ શૂટરની ધરપકડ કરી છે. તેણે પનવેલમાં  સલમાન ખાનના ઘરે રેકી કરી હતી.

બિશ્નોઈએ સુખાને સલમાનના ઘરે ગોળીબાર કરવાનું કામ સોંપ્યું હતું, પરંતુ ગેંગના કેટલાક સભ્યોની ધરપકડ થતાં સુખા ફરાર થઈ ગયો હતો. આ ધરપકડ એવા સમયે થઈ છે જ્યારે પોલીસ બાબા સિદ્દીકી હત્યા કેસની તપાસ કરી રહી છે.

સલમાન ખાનના ઘરની બહાર કર્યું હતું ફાયરિંગ 

તમને જણાવી દઈએ કે, આ વર્ષે એપ્રિલમાં બિશ્નોઈ ગેંગના બે સાગરિતોએ સલમાન ખાનના બાંદ્રાના નિવાસસ્થાનની બહાર ફાયરિંગ કર્યું હતું. 

આ સમાચાર શેર કરો