મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

Video: પંજાબ સરકાર સામે કાયદો-વ્યવસ્થાનો મુદ્દો

સોર્સ: gstv

પંજાબના હોશિયારપુરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા 'લોકશાહી બચાવો, અરાજકતા હટાવો'ના નારા સાથે એક ભવ્ય વિરોધ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ માર્ચ દરમિયાન ભાજપના પંજાબ સહ-પ્રભારી વરિન્દર સચદેવાએ ભગવંત માન સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા અને રાજ્યમાં કથળેલી કાયદો અને વ્યવસ્થાયીની પરિસ્થિતિને લઈને સવાલો ઉઠાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે વર્તમાન સરકાર જનતાની સુરક્ષા કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહી છે અને રાજ્યમાં અરાજકતાનો માહોલ ફેલાયો છે. ભાજપના કાર્યકર્તાઓએ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરીને કાયદો અને વ્યવસ્થાની બગડતી હાલત સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો તથા રાજ્યમાં યોગ્ય વહીવટની માંગ કરી હતી.

આ સમાચાર શેર કરો