VIDEO: લઠ્ઠાકાંડ: ઝેરી દારૂ પીવાથી 29 લોકોના મોત, 60થી વધુ ગંભીર રીતે ઘાયલ
તમિલનાડુના કલ્લાકુરિચી જિલ્લામાં ઝેરી દારૂ પીવાથી 29 લોકોના મોત થયા છે, જ્યારે 60થી વધુ લોકો ગંભીર રીતે ઘા

તમિલનાડુના કલ્લાકુરિચી જિલ્લામાં ઝેરી દારૂ પીવાથી 29 લોકોના મોત થયા છે, જ્યારે 60થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ હોવાથી અલગ-અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ કેસમાં પોલીસે એક વ્યક્તિની ધરપકડ પણ કરી છે. આરોપીઓ પાસેથી 200 લીટર ઝેરી દારૂ મળી આવ્યો હતો, જેમાં મિથેનોલ ભેળવવામાં આવ્યું હતું.
આરોપીઓ પાસેથી 200 લીટર ઝેરી દારૂ મળી આવ્યો
આ ઘટના પર દુખ વ્યક્ત કરતા તમિલનાડુના સીએમ એમકે સ્ટાલિને લખ્યું, 'કલ્લાકુરિચીમાં ભેળસેળયુક્ત દારૂ પીવાથી લોકોના મોતના સમાચાર સાંભળીને દુ:ખી થયો. આ કેસમાં ગુનામાં સંડોવાયેલા લોકોની ધરપકડ કરવામાં આવી છે. લઠ્ઠાકાંડને રોકવામાં નિષ્ફળ ગયેલા અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. જો જનતા આવા ગુનાઓમાં સંડોવાયેલા લોકોની માહિતી આપશે તો તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે. સમાજને બરબાદ કરતા આવા ગુનાઓને કડકાઈથી ડામવામાં આવશે.
રાજ્યપાલે પણ શોક વ્યક્ત કર્યો
તમિલનાડુના ગવર્નર આરએન રવિએ પણ મૃત્યુ અંગે શોક વ્યક્ત કર્યો હતો અને પીડિતોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી હતી. તેમણે કહ્યું, 'મને એ જાણીને આઘાત લાગ્યો કે નકલી દારૂના સેવનથી કલ્લાકુરિચીમાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યા. અન્ય ઘણા લોકો ગંભીર હાલતમાં જીવન અને મૃત્યુ વચ્ચે ઝઝૂમી રહ્યા છે. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદના અને હું ઈચ્છું છું કે હોસ્પિટલમાં દાખલ લોકો જલ્દી સ્વસ્થ થઈ જાય.
તેમણે વધુમાં કહ્યું કે, 'અમે સમયે સમયે, અમારા રાજ્યના વિવિધ ભાગોમાંથી નકલી દારૂના સેવનથી મૃત્યુના અહેવાલો પ્રકાશમાં આવતા રહે છે. આ ગેરકાયદેસર દારૂના ઉત્પાદન અને વપરાશમાં સતત ક્ષતિ દર્શાવે છે. આ ગંભીર ચિંતાનો વિષય છે.






