કુકી આતંકવાદીઓએ મણિપુરમાં મુખ્યમંત્રીની એડવાન્સ સિક્યોરિટી ટીમ પર કર્યો હુમલો, 2 સૈનિકો ઘાયલ
મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહની એડવાન્સ સિક્યોરિટી ટીમ પર કુકી આતંકવા

મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહની એડવાન્સ સિક્યોરિટી ટીમ પર કુકી આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. જિરીબામ જઈ રહેલી એડવાન્સ સિક્યોરિટી ટીમ મંગળવારે મુખ્યમંત્રીની મુલાકાત પહેલા જિરીબામ જઈ રહી હતી ત્યારે આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. સીએમ મંગળવારે જિરીબામની મુલાકાત લેવાના હતા. આ હુમલામાં CID રાજ્ય પોલીસ, CISF જવાન અને બે સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા હતા. એક ઘાયલ વ્યક્તિને ઈમ્ફાલ મોકલવામાં આવ્યો છે. વાસ્તવમાં જિરીબામમાં છેલ્લા 2 દિવસથી હિંસાના સમાચાર છે અને અહીં સ્થિતિ તંગ છે. આ સ્થિતિનો તાગ મેળવવા માટે મણિપુરના સીએમ બિરેન સિંહે મંગળવારે જિરીબામની મુલાકાત લેવાના હતા.
ઈમ્ફાલથી જિરીબામ જઈ રહી હતી ટીમ
અધિકારીઓએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, એડવાન્સ સિક્યોરિટી ટીમ ઈમ્ફાલથી જિરીબામ જિલ્લા તરફ જઈ રહી હતી. ત્યારે સવારે લગભગ 10:30 વાગ્યે નેશનલ હાઇવે-37 (ઇમ્ફાલ-સિલચર વાયા જિરીબામ) પર કાંગપોકપી જિલ્લાના કોટલેન નજીક ટી લાઇજાંગ ગામમાં હુમલો થયો. આ દરમિયાન બે સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા હતા. હાલમાં, પોલીસ કમાન્ડો અને આસામ રાઇફલ્સ (AR)ની સંયુક્ત ટીમ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.
મંગળવારે સીએમ જિરીબામ જવાના હતા
6 જૂનના રોજ અજાણ્યા હુમલાખોરો દ્વારા એક વ્યક્તિનું માથું કાપી નાખવામાં આવ્યું હતું ત્યારબાદ જિલ્લામાં તાજેતરની હિંસાના સંદર્ભમાં સીએમ સિંહ મંગળવારે જિરીબામ જિલ્લાની મુલાકાત લેવાના હતા. આ ઘટનાને કારણે લગભગ 70 ઘરો અને કેટલીક સરકારી ઓફિસોમાં આગ લાગી હતી. જેના કારણે સેંકડો લોકો વિસ્તાર છોડીને ભાગી ગયા હતા.






