મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: કોલકાતામાં હાવડા બ્રિજ પર વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે બબાલ, પથ્થરમારો- બેરિકેડ તૂટ્યા; પોલીસનો લાઠીચાર્જ

કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં તાલીમાર્થી ડૉક્ટરની બળાત્કાર-હત્ય

VIDEO: કોલકાતામાં હાવડા બ્રિજ પર વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે બબાલ, પથ્થરમારો- બેરિકેડ તૂટ્યા; પોલીસનો લાઠીચાર્જ

કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં તાલીમાર્થી ડૉક્ટરની બળાત્કાર-હત્યાના વિરોધમાં પશ્ચિમબંગા છાત્ર સમાજ નામના સંગઠને નબન્ના  અભિયાનનું આહ્વાન કર્યું છે. કોલકત્તામાં નબન્ના વિરોધ પ્રદર્શન માટે નીકળેલા વિદ્યાર્થીઓએ હાવડા બ્રીજ પર પોલીસે બનાવેલા બેરિકેડ તોડી નાખ્યા છે. આ પછી પોલીસે દેખાવકારોને વિખેરવા માટે લાઠીચાર્જ કર્યો હતો. 

આ દરમિયાન પથ્થરમારો પણ થયો હતો. આ સાથે પોલીસે ટીયર ગેસના શેલ પણ છોડ્યા છે. પોલીસ હાલમાં વિદ્યાર્થીઓને અહીંથી ખસી જવા સમજાવવાનો પ્રયાસ કરી રહી છે. પોલીસ તેમને કહી રહી છે કે તેમનું પ્રદર્શન ગેરકાયદેસર છે. કોલકાતામાં વિદ્યાર્થી સંગઠનોનું પ્રદર્શન ચાલુ છે. ગુસ્સે ભરાયેલા ટોળાએ બેરિકેડ તોડવાનો પ્રયાસ કર્યો હતો, જે બાદ પોલીસે દેખાવકારો પર લાઠીચાર્જ કર્યો હતો. તેમના પર ટીયર ગેસના શેલ અને વોટર કેનનનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.

દેખાવકારોને જોતા કોલકાતા પોલીસે હાવડા બ્રિજને પણ રાહદારીઓ માટે બંધ કરી દીધો છે. બેરિકેડની બીજી તરફ લોકોની ભીડ છે. 

કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં તાલીમાર્થી ડૉક્ટરની બળાત્કાર-હત્યાના વિરોધમાં પશ્ચિમબંગા છાત્ર સમાજ નામના સંગઠને નબન્ના અભિયાનનું આહ્વાન કર્યું છે. આ સંગઠન દ્વારા અપાયેલા 'નબન્ના અભિયાન'ને ધ્યાનમાં રાખીને બંગાળ સરકારે કડક સુરક્ષા વ્યવસ્થા કરી છે.  આજે મહારેલી નીકળવાની છે. 

પશ્ચિમ બંગાળ ભાજપે આ વિરોધ પ્રદર્શનને સમર્થન આપ્યું છે. જ્યારે ડાબેરી પક્ષોએ આ વિરોધથી પોતાને દૂર રાખ્યા છે. તેમણે કહ્યું છે કે ભાજપ-આરએસએસ દ્વારા લોકોનું ધ્યાન ભટકાવવાનો આ પ્રયાસ છે.

TMC પર અશાંતિ ભડકાવવાનો આરોપ

ટીએમસીએ વિપક્ષ પર પ્રહારો કર્યા છે. પાર્ટી પ્રવક્તા કુણાલ ઘોષે ભાજપ પર અશાંતિ ભડકાવવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું, 'તેઓ રાજકીય અસ્થિરતા લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. લોકોને આ સમયે ન્યાય જોઈએ છે.

કોલકાતા-હાવડામાં 6000થી વધુ પોલીસકર્મીઓ તૈનાત

નબન્ના અભિયાનને ધ્યાનમાં રાખીને કોલકાતા પોલીસે કડક સુરક્ષા વ્યવસ્થા કરી છે. નબન્ના ભવનની બહાર ત્રણ સ્તરનો સુરક્ષા ઘેરો બનાવવામાં આવ્યો છે. આ માટે શહેરમાં 6000થી વધુ પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા હતા. કોલકાતાના વિવિધ જિલ્લાઓમાંથી પહેલેથી જ વધારાના દળો બોલાવવામાં આવ્યા છે. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે કોમ્બેટ ફોર્સ, આરએએફ, ક્યુઆરટી, એચઆરએફએસ, વોટર કેનન તૈનાત કરવામાં આવશે. આ સિવાય 19 પોઈન્ટ પર બેરીકેટ લગાવવામાં આવ્યા છે. મહત્વના સ્થળોએ 5 એલ્યુમિનિયમ બેરિકેડ લગાવવામાં આવ્યા છે.  

કોલકાતા પોલીસના જોઈન્ટ કમિશનર (મુખ્યાલય) મિરાજ ખાલિદ દિવસભર પોલીસ કંટ્રોલ રૂમમાંથી સીસીટીવી ફૂટેજ પર નજર રાખશે. નબન્ના ભવનની આસપાસ 160 થી વધુ DCRF જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. મુખ્ય સચિવ, ગૃહ સચિવ, ડીજીપી સવારે 10 વાગ્યાથી નબન્ના ભવનમાં રહેશે. સીપી વિનીત ગોયલ પોલીસ હેડક્વાર્ટર કંટ્રોલ રૂમમાંથી નિયંત્રણ કરશે. મળતી માહિતી મુજબ, મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ નબન્ના ભવન આવી શકે છે.

વધારાના દળો બોલાવ્યા

 પોલીસે નબન્ના અભિયાનના આયોજકો પાસેથી આ રેલીનું નેતૃત્વ કરનાર નેતાઓ વિશે માહિતી માંગી છે. આ ઉપરાંત પોલીસે રેલીમાં રૂટ, સમય અને કેટલા લોકો એકઠા થશે તેની માહિતી પણ માંગી છે. હાલમાં આયોજકોએ આ અંગે કોઈ જવાબ આપ્યો નથી.

આ સમાચાર શેર કરો