મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

કોલકાતા ઇન્ટર્ન ડૉક્ટર રેપ-મર્ડર કાંડમાં મોટો ખુલાસો, આરોપી સંજય રોયની બાઇક પોલીસ કમિશનરના નામે રજિસ્ટર્ડ

કોલકાતા રેપ મર્ડર કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. ટ્રેઈની ડોક્ટર પર રે

કોલકાતા ઇન્ટર્ન ડૉક્ટર રેપ-મર્ડર કાંડમાં મોટો ખુલાસો, આરોપી સંજય રોયની બાઇક પોલીસ કમિશનરના નામે રજિસ્ટર્ડ

કોલકાતા રેપ મર્ડર કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. ટ્રેઈની ડોક્ટર પર રેપની ઘટનાની રાત્રે આરોપી સંજય રોયે જે બાઇકનો ઉપયોગ કર્યો હતો તે કોલકાતા "કમિશનર ઓફ પોલીસ"ના નામે નોંધાયેલ છે. સીબીઆઈએ બે દિવસ પહેલા આરોપીની બાઇક જપ્ત કરી હતી.

સીબીઆઈના રિપોર્ટ મુજબ આરોપી સંજય રોયની આ બાઈક વર્ષ 2024 મેમાં રજીસ્ટર કરવામાં આવી હતી. આરોપીએ પોલીસના નામે નોંધાયેલી બાઇક પર આરોપીએ નશાની હાલતમાં 15 કિલોમીટરનું અંતર કાપ્યું હતું.

આ માહિતી સામે આવ્યા બાદ એવું લાગે છે કે, આ કેસના મુખ્ય આરોપી સંજય રોય અને પોલીસ વચ્ચેનું કોઈના કોઈ કનેક્શન જોડાયેલું છે. આ પુરાવા સીબીઆઈના હાથમાં આવી ગયા છે. આ એ જ બાઇક છે જે CBI દ્વારા જપ્ત કરવામાં આવી છે જે ઘટનાની રાત્રે આરોપી નશાની હાલતમાં ચલાવી રહ્યો હતો. આરોપીએ ઘટનાની રાત્રે આ બાઇક પર 15 કિલોમીટરનો પ્રવાસ કર્યો હતો.

આ સમાચાર શેર કરો