VIDEO:ભારે વરસાદથી કોચી-એર્નાકુલમ પાણીમાં ગરકાવ, તંત્ર એલર્ટ મોડમાં
કેરળના કોચી અને એર્નાકુલમ જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે શહેરના અનેક નીચાણ

કેરળના કોચી અને એર્નાકુલમ જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ભારે વરસાદને પગલે મુખ્ય રસ્તાઓ પર પાણી ફરી વળતા વાહનવ્યવહારને ભારે અસર પહોંચી છે અને ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે. કેટલીક સોસાયટીઓ અને રહેણાંક વિસ્તારોમાં પાણી ઘૂસી જતાં સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક પ્રશાસન દ્વારા ડ્રેનેજ સિસ્ટમને સાફ કરવાની કામગીરી તેજ કરવામાં આવી છે. જ્યારે હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ વરસાદનું જોર યથાવત રહેવાની આગાહી કરી છે જેને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છેgstvne




