Video: સરકારના બિલને કેમ સમર્થન આપી રહી છે એનસીપી જાણો..
કેન્દ્રની મોદી સરકાર સિમાંકન બિલ લાવી છે. સરકાર સીમાંકનનું બિલ 30 નવેમ્બરથી શરૂ થઈ રહેલા સંસદના વિશેષ સત્રમાં પસાર કરાવવા માંગે છે. કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ વિપક્ષને બિલ પરની ચર્ચામાં ભાગ લેવાની અપીલ કરી છે. આ બિલ આવતા જ દેશના રાજકારણમાં ફરી એકવાર રાજકીય સમીકરણોમાં મોટાપાયે ફેરફાર દેખાઈ રહ્યો છે.. બિલને સર્વ સંમતિથી પસાર કરવા માટે મોદી સરકારે ચારેબાજુ નજર ફેરવી છે. તેમાં મોદી સરકારને એવી પાર્ટીઓનું સમર્થન મળ્યું છે જે એકસમયે એકબીજા સામે ઝેર ઓકતા હતા..વાત છે શરદ પવારની પાર્ટી એનસીપીની..
એક સમયે મોદી સરકારના સખત વિરોધમાં ઊભેલી શરદ પવારની NCP હવે સિમાંકન બિલ પર કેન્દ્ર સરકારના સમર્થનમાં આવી છે.પાર્ટીના નેતા જિતેન્દ્ર આવ્હાડે સ્પષ્ટ કર્યું છે કે શરદ પવાર સાથે ચર્ચા કર્યા બાદ સિમાંકન બિલને સમર્થન આપવાનો નિર્ણય લેવાયો છે. સવાલ એ છે કે આ નિર્ણય પાછળ કયા પરિબળો શું છે, કેમ હવે વિરોધીઓ મીત્ર બનતા દેખાઈ રહ્યા છે. આ નિર્ણય પાછળ શું કોઈ રાજકીય સોદાબાજી થઈ છે..અને તેની અસર કેવી રીતે માત્ર એક રાજ્ય પૂરતી નહીં, પણ આખા દેશના રાજકારણ અને સંસદના ગણિત પર પડશે?
7 જુલાઈ 2026. શરદ પવાર અને સુપ્રિયા સુલેએ દિલ્હીમાં પીએમ મોદી સાથે મુલાકાત કરી.
2 નવેમ્બર 2026. NCP-SPના પ્રમુખ શરદ પવારને હોસ્પિટલમાં દાખલ કરાયા.ઉધરસ અને શ્વાસ લેતી વખતે છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ પીએમ મોદીએશરદ પવારને ફોન કર્યો હતો. તેમણે પવારને કહ્યું કે સુપ્રિયા હવે તૈયાર છે. સુપ્રિયા અને આપણે સાથે મળીને દેશ સંભાળીશું. તમે આરામ કરો. પવારે જવાબમાં કહ્યું, 'હું આરામ કરી રહ્યો છું. જ્યારે તમે બધા સાથે છો, ત્યારે મને દેશની કોઈ ચિંતા નથી.આ માહિતી પવારના નજીકના વિઠ્ઠલ મનિયારે મીડિયાને આપી હતી. જોકે, શરદ પવાર અને પીએમ મોદીએ આ વાતચીતની પુષ્ટિ કરી નથી.સવાલ એ છે કે શું ત્યારથી જ સિમાંકન બિલ પર સમર્થનનો તખ્તો ઘડાઈ ચૂક્યો હતો
દરમિયાન સૂત્રોને ટાંકીને માહિતી મળી છે કે NCPSP સિમાંકન બિલને સમર્થન આપશે..તેના બદલામાં NCPના સાંસદ અને શરદ પવારની પુત્રી સુપ્રિયાસુલેને કેન્દ્રમાં મંત્રી બનાવવામાં આવશે. આ ઉપરાંત પાર્ટીએ રાજ્ય સરકારમાં એક કેબિનેટ અને બે રાજ્યમંત્રી પદોની પણ માંગણી કરી છે. પવારની પાર્ટી પાસે મહારાષ્ટ્ર વિધાનસભામાં 10 ધારાસભ્યો અને લોકસભામાં 8 સાંસદો છે.
જો કે કોંગ્રેસે શરદ પવારની પાર્ટીના નિર્ણય પર નારાજગી વ્યક્ત કરી છે. પાર્ટીએ X પર પોસ્ટ કરીને કહ્યું કે આ જ વર્ષે યોજાયેલી રાજ્યસભાની ચૂંટણીનો હવાલો આપ્યો છે. કોંગ્રેસે કહ્યુ કે તમારા માટે અમે રાજ્યસભાની બેઠક છોડી હતી.શરદ પવારને જીતાડવા માટે તેણે પોતાની બેઠક પરનો દાવો છોડી દીધો હતો. તે સમયે NCP-SP પાસે માત્ર 10 ધારાસભ્યો હતા, જ્યારે રાજ્યસભાની એક બેઠક જીતવા માટે 36 મતની જરૂર હતી.કોંગ્રેસના જણાવ્યા અનુસાર, સુપ્રિયા સુલેએ પોતાના પિતા માટે રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે પાસેથી સમર્થન માંગ્યું હતું. ત્યારબાદ મહાવિકાસ અઘાડીએ સર્વસંમતિથી પવારની ઉમેદવારીનું સમર્થન કર્યું હતું. કોંગ્રેસે સવાલ ઉઠાવ્યો કે હવે એ જ શરદ પવાર અને તેમની પાર્ટી ભાજપ સરકારના પરિસીમન બિલનું સમર્થન શા માટે કરી રહ્યાં છે. જો કે એનસીપીના વલણથી ફરી સાબીત થયુ કે રાજકારણમાં કોઈ કાયમી દોસ્ત કે દુશ્મન નથી













