જાણો રતન ટાટા નિધન બાદ કેટલી સંપત્તિ છોડીને ગયા, આ સંપત્તિમાં કોનો કેટલો હિસ્સો
દેશના જાણીતા ઉદ્યોગપતિ રતન ટાટાના નિધન બાદ લોકોના મનમાં સતત એક સવ

દેશના જાણીતા ઉદ્યોગપતિ રતન ટાટાના નિધન બાદ લોકોના મનમાં સતત એક સવાલ છે કે, તેમની 10,000 કરોડની સંપત્તિ કોને મળશે. રતન ટાટાએ પોતાની સાથે સંકળાયેલા લોકોને પ્રોપર્ટીમાં હિસ્સેદાર બનાવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રતન ટાટાનો અંગત અને યુવા મિત્ર શાંતનુ નાયડુને પણ અમુક હિસ્સો આપ્યો છે. રતન ટાટાએ ભાઈ જિમી ટાટા, સાવકી બહેન શિરિન અને ડાયના જિજીભોય હાઉસ સ્ટાફ ઉપરાંત અંગત લોકોને મિલકતમાં શેરહોલ્ડર બનાવ્યા છે. રતન ટાટાએ ટાટા ગ્રૂપના શેર ચેરિટેબલ ટ્રસ્ટનો હિસ્સો છોડી દેવાની પરંપરાને પણ ધ્યાનમાં રાખી છે. આ હિસ્સો રતન ટાટા એન્ડોમેન્ટ ફાઉન્ડેશન (RTEF)ને ટ્રાન્સફર કરવામાં આવશે.
શાંતનુ નાયડુને શું મળ્યું?
ટાટા ગ્રૂપના ભૂતપૂર્વ ચેરમેન રતન ટાટાએ તેમના લાંબા સમયથી સહયોગી શાંતનુ નાયડુને પણ તેમની વસિયતમાં સામેલ કર્યો છે. ટાટાએ RNT ઓફિસના જનરલ મેનેજર નાયડુના વેન્ચર ગુડફેલોમાં પોતાનો હિસ્સો શાંતનુના નામે કર્યો છે. તેમણે નાયડુના શિક્ષણ માટેની લોન પણ માફ કરી દીધી છે. 'ગુડફેલો' એ 2022માં શરૂ કરાયેલ વરિષ્ઠ નાગરિકો માટે સબસ્ક્રિપ્શન-આધારિત સાથી સેવા છે. કોર્નેલ યુનિવર્સિટીમાંથી એમબીએ કરનાર શાંતનુ નાયડુ રતન ટાટાનો સૌથી યુવા મિત્ર છે. નાયડુ 2017થી ટાટા ટ્રસ્ટ સાથે જોડાયેલા છે. આ સાથે ટાટા ગ્રુપ સાથે કામ કરનારા શાંતનુ નાયડૂ પરિવારની પાંચમી પેઢી છે.
રતન ટાટા પાસે કેટલી મિલકત?
- રતન ટાટા લગભગ 10 હજાર કરોડની સંપત્તિ મૂકી ગયા છે
- અલીબાબામાં બે હજાર વર્ગફૂટનો બંગલો
- મુંબઈમાં જુહુમાં બે માળનું મકાન
- 350 કરોડની એફડી
- ટાટા ગ્રુપની હોલ્ડિંગ કંપની ટાટા સન્સમાં 0.83 ટકા હિસ્સો
- આશરે 20થી 30 કાર
- વસિયતમાં ટીટોનું રાખ્યું ધ્યાન
પોતાના પાલતુ શ્વાન માટે પણ હિસ્સો
રતન ટાટાએ પોતાના જર્મન શેફર્ડ ડોગ ટીટોની દેખરેખ અને સંભાળ રાખવાની જવાબદારી પોતાના રસોઈયા રાજન શૉને સોંપી છે. ટીટોની સંભાળ રાખવા માટે સારી એવી રકમ પણ ફાળવી છે. આ સિવાય પોતાના વફાદાર બટલર સુબ્બૈયા માટે પણ મિલકત ફાળવી છે. ટાટા ગ્રુપના ચેરમેન 86 વર્ષીય રતન ટાટાનું નિધન 9 ઓક્ટોબરે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં થયુ હતુ.








