VIDEO:કેરળ: ઇડુક્કીમાં પાંચ માળની ઇમારત ધરાશાયી
સોર્સ : GSTV
કેરળના ઇડુક્કી જિલ્લાના પમ્પનાર વિસ્તારમાંથી આજે વહેલી સવારે એક નિર્માણાધીન પાંચ માળની ઇમારત અચાનક પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ છે. રાહતની વાત એ છે કે દુર્ઘટના સર્જાઈ તે સમયે ઇમારતની અંદર કે તેની આસપાસ કોઈ બાંધકામ મજૂર અથવા અન્ય કોઈ વ્યક્તિ હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી ગઈ છે. હાલ ઇડુક્કી જિલ્લાના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ અને તેજ પવનનું જોર યથાવત છે, જેના કારણે આ હોનારત સર્જાઈ હોવાની આશંકા છે. આ ઘટનાને પગલે સ્થાનિક વહીવટી તંત્ર ઘટનાસ્થળે પહોંચી ગયું છે.

