મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

કેરળના ખેડૂતે વર્લ્ડ રેકોર્ડમાં નોંધાવ્યું નામ, દુનિયાની સૌથી નાની કદની બકરીનો છે માલિક

કેરળના એક ખેડૂત પાસે વિશ્વની સૌથી નાની બકરી છે અને આ રેકોર્ડ હવે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમા

કેરળના ખેડૂતે વર્લ્ડ રેકોર્ડમાં નોંધાવ્યું નામ, દુનિયાની સૌથી નાની કદની બકરીનો છે માલિક

કેરળના એક ખેડૂત પાસે વિશ્વની સૌથી નાની બકરી છે અને આ રેકોર્ડ હવે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સામેલ થઈ ગયો છે. ગિનિસ બુક દ્વારા આ બકરીને વિશ્વની સૌથી નાની જીવિત બકરી તરીકે માન્યતા આપવામાં આવી છે.

કેટલું છે આ બકરીનું કદ ?

કેરળની આ નાની બકરીનો માલિક પીટર લેનુ નામનો વ્યક્તિ છે. તેમણે કહ્યું કે, 'મને ખબર હતી કે મારી બકરી કરુમ્બી કદમાં ખૂબ નાની એટલે કે ઠીંગણી છે. પરંતુ જ્યારે મારી આસપાસના લોકોએ મને કહ્યું કે, આ બકરીનું ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવવાની કોશિશ કરવી જોઈએ, ત્યાર બાદ મે તેની પ્રક્રિયા હાથ ધરી હતી.' ગિનિસ બુક અનુસાર આ બકરીનો જન્મ 2021 માં થયો હતો અને સંપૂર્ણ વિકાસ થયા પછી પણ તેની ઊંચાઈ ફક્ત 1 ફૂટ 3 ઇંચ છે.

એવું કહેવાય છે કે, આ બકરી કેનેડિયન પિગ્મી જાતિની છે, જે તેના નાના કદ અને આનુવંશિક વામનતા માટે જાણીતી છે. આ બકરીઓના પગ સામાન્ય રીતે 21 ઇંચથી વધુ લાંબા હોતા નથી.

આ સમાચાર શેર કરો