કેજરીવાલના વચગાળાના જામીન સમાપ્ત, જેલમાંથી જ ચાલશે દિલ્હીની સરકાર
દિલ્હી લીકર પોલિસી કેસ સાથે જોડાયેલા મની લૉન્ડ્રિંગ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ક

દિલ્હી લીકર પોલિસી કેસ સાથે જોડાયેલા મની લૉન્ડ્રિંગ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને કોર્ટે રાહત આપી નથી. રાઉન્જ એવેન્યૂ કોર્ટે સ્વાસ્થ્યના આધાર પર સાત દિવસના વચગાળાના જામીન માંગવાની તેમની અરજી પર આદેશ સુરક્ષિત રાખ્યો હતો.
લોકસભા ચૂંટણીમાં પ્રચાર કરવા માટે સુપ્રીમ કોર્ટ પાસેથી મળેલા વચગાળાના જામીન એક જૂને સમાપ્ત થઇ ગયા છે.
કેજરીવાલે આત્મસમર્પણ કરવું પડશે
કેજરીવાલ તરફથી હાજર રહેલા સીનિયર વકીલ એન હરિહરને કોર્ટને પહેલા ચુકાદો આપવાનો અનુરોધ કર્યો હતો. વકીલે કહ્યુ કે પાંચ જૂને આદેશ જાહેર કરવાથી તેમની અરજી નિષ્ફળ થઇ જશે, જેની જરૂર માત્ર કાલ સુધીની જ છે નહીં તો તેમના ક્લાયન્ટને જેલમાં જવું પડશે. ED તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ અરજીનો વિરોધ કર્યો હતો.
જેલમાંથી જ સરકાર ચલાવશે કેજરીવાલ
કેજરીવાલ દિલ્હીના મુખ્યમંત્રી બન્યા રહેશે અને તેમના પત્ની સુનીતા કેજરીવાલ પાર્ટી નેતાઓ, સ્વયંસેવકો અને દિલ્હીના લોકોને પોતાનો મેસેજ આપવાનું ચાલુ રાખશે. કેજરીવાલને લોકસભા ચૂંટણી પ્રચાર માટે સુપ્રીમ કોર્ટ દ્વારા 10 મેએ આપવામાં આવેલા વચગાળાના જામીન એક જૂન સુધીના જ હતા. કેજરીવાલ રવિવારે ફરી તિહાડ જેલમાં જશે અને ત્યાથી જ સરકાર ચલાવશે.








