મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

EDનો વિચિત્ર આક્ષેપ : કેજરીવાલ હાથે કરીને કેરી ખાય છે, કારણ કે…

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દારૂ કૌભાંડ કેસમાં તિહાર જેલમાં બંધ છે

EDનો વિચિત્ર આક્ષેપ : કેજરીવાલ હાથે કરીને કેરી ખાય છે, કારણ કે…

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દારૂ કૌભાંડ કેસમાં તિહાર જેલમાં બંધ છે. આ દરમિયાન કેજરીવાલની અરજી પર દિલ્હી કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. આ દરમિયાન EDએ દાવો કર્યો છે કે તેઓ મેડિકલ જામીન મેળવવા માટે જાણી જોઈને મીઠાઈ અને કેરી ખાઈ રહ્યા છે.જેથી તેમનું શુગર લેવલ વધી જાય અને તેમને જામીન મળી જાય.

EDએ કોર્ટ સમક્ષ કહ્યું કે કેજરીવાલને ટાઈપ-2 ડાયાબિટીસ છે, પરંતુ તેઓ જેલમાં આલુ પુરી, કેરી અને મીઠાઈઓ ખાઈ રહ્યા છે. તે જાણી જોઈને આવું કરી રહ્યા છે.

કેજરીવાલની તબિયત અંગે EDએ શું કહ્યું?

EDએ કહ્યું કે કોર્ટે તેમને ઘરનું ભોજન ખાવાની પરવાનગી આપી છે. જેલ ડીજીએ અમને કેજરીવાલનો ડાયટ ચાર્ટ મોકલ્યો છે. તેમને બીપીની સમસ્યા છે. પરંતુ તેઓ શું ખાય છે તે જુઓ – આલૂ પુરી, કેરી.

EDએ કહ્યું કે અમે ક્યારેય એવું સાંભળ્યું નથી કે ટાઇપ-2 ડાયાબિટીસથી પીડિત વ્યક્તિ આવી વસ્તુઓ ખાય છે. પરંતુ તેઓ દરરોજ બટેટા, પુરીઓ, કેરી અને મીઠાઈઓ ખાય છે. જામીન મળે તે માટે જ આ કરી રહ્યા છે.. કોર્ટે જેલ તંત્ર પાસેથી કેજરીવાલના ડાયટનો ચાર્ટ મંગાવ્યો છે.

આ સમાચાર શેર કરો