કેજરીવાલે 2 જૂને આત્મસમર્પણ કરવું પડશે, સુપ્રીમ કોર્ટ રજિસ્ટ્રીએ અરજી ન સ્વીકારી
દિલ્હીના CM કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી વચગાળાના જામીન લંબાવવા માટ

દિલ્હીના CM કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી વચગાળાના જામીન લંબાવવા માટે કોઈ રાહત મળે તેવા એંધાણ નથી. એ જોતા કેજરીવાલે 2 જૂને કોર્ટ સમક્ષ આત્મસમર્પણ કરવું પડશે. કેજરીવાલે હેલ્થ ચેકઅપનું બહાનું ધરીને વચગાળાના જામીન 7 દિવસ માટે વધારવાની અપીલ કરી હતી. પરંતુ સુપ્રીમ કોર્ટ રજિસ્ટ્રીએ તેમની અરજી સ્વીકારી ન હતી.
સુપ્રીમ કોર્ટ રજિસ્ટ્રીએ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની વચગાળાની જામીનની મુદત 7 દિવસ વધારવાની અરજી સ્વીકારવાનો ઇનકાર કરી દીધો છે. રજિસ્ટ્રીનું કહેવું છે કે સુપ્રીમ કોર્ટે મુખ્યમંત્રીને ટ્રાયલ કોર્ટમાં જામીન અરજી દાખલ કરવાની મંજૂરી આપી છે. આનો સ્પષ્ટ અર્થ છે કે કેજરીવાલે 2 જૂન સુધીમાં આત્મસમર્પણ કરવું પડશે.
તાજેતરમાં જ કેજરીવાલે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી, જેમાં તેમની વચગાળાની જામીન 7 દિવસ સુધી વધારવાની માંગ કરી હતી. આમ આદમી પાર્ટીના જણાવ્યા અનુસાર, સીએમ કેજરીવાલને પીઈટી-સીટી સ્કેન તેમજ અન્ય ઘણા ટેસ્ટ કરાવવાની જરૂરિયાત છે. આ હેલ્થ ચેકઅપ માટે સુપ્રીમ કોર્ટ પાસે 7 દિવસનો સમય માંગ્યો હતો.
જણાવી દઈએ કે 10 મેના રોજ અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી 1 જૂન સુધી વચગાળાના જામીન મળ્યા હતા. જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની ખંડપીઠે વચગાળાના જામીનનો આદેશ આપતાં કહ્યું હતું કે 'લોકસભાની ચૂંટણી આ વર્ષની સૌથી મહત્ત્વપૂર્ણ ઘટના છે.' આ દેશના કરોડો લોકો આગામી પ વર્ષ માટે દેશની સરકાર પસંદ કરવા પોતાનો મત આપશે. સામાન્ય ચૂંટણીઓ લોકશાહીને જીવંતતા પ્રદાન કરે છે. કેજરીવાલને પાર્ટીના પ્રચાર માટે થઈને સુપ્રીમે વચગાળાના જામીન આપ્યા હતા.






