વિદ્યાર્થીની ધોળા દિવસે કરપીણ હત્યા
હરિયાણાના કરનાલમાં ધોળા દિવસે ધોરણ ૧૦ ના એક માસૂમ વિદ્યાર્થીની લાકડીઓ અને લોખંડના સળિયા વડે ફટકારીને નિર્મમ હત્યા
હરિયાણાના કરનાલમાં ધોળા દિવસે ધોરણ ૧૦ ના એક માસૂમ વિદ્યાર્થીની લાકડીઓ અને લોખંડના સળિયા વડે ફટકારીને નિર્મમ હત્યા કરવામાં આવી હોવાની હૃદયકંપાવનારી ઘટના સામે આવી છે. આ હિંસક હુમલાથી સમગ્ર વિસ્તારમાં સન્નાટો અને ભયનો માહોલ છવાઈ ગયો છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પ્રાથમિક તપાસમાં પોલીસને આ હત્યા પાછળ કોઈ જૂની અદાવત હોવાની શંકા સેવાઈ રહી છે. પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ એકત્રિત કરીને શંકાસ્પદ હુમલાખોરોની શોધખોળ અને કાયદેસરની તપાસ તેજ કરી દીધી છે.




