VIDEO: વિદ્યાર્થીનીના મોત બાદ આક્રોશ, પરિવારજનોએ રસ્તા પર ઉતરી વિરોધ નોંધાવ્યો
હળવદના જુના દેવળીયા ગામ પાસે ગમખ્વાર અકસ્માતમાં વિદ્યાર્થીનીના મોત બાદ પ

હળવદના જુના દેવળીયા ગામ પાસે ગમખ્વાર અકસ્માતમાં વિદ્યાર્થીનીના મોત બાદ પરિવારજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ગઈકાલે શાળાએથી પરત ફરી રહેલી 4 વિદ્યાર્થીનીઓને બેફામ બુલેટ ચલાવતા અજાણ્યા શખ્સોએ અડફેટે લીધી હતી. આ કરુણ અકસ્માતમાં એક વિદ્યાર્થીનીનું કમનસીબ મોત નીપજ્યું છે.ઘટનાના વિરોધમાં આજે પરિવારજનો અને ગ્રામજનોએ ચરાડવા-દેવળીયા રોડ પર ટ્રાફિક જામ કરી વિરોધ નોંધાવ્યો હતો. આક્રોશિત લોકોએ માગણી કરી છે કે, રસ્તાઓ પર બુલેટ વડે સ્ટંટ અને સીન-સપાટા કરતા આવારા તત્વો સામે પોલીસ તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે. ઘટનાને પગલે સ્થાનિક પોલીસ કાફલો દોડી ગયો છે અને રોષે ભરાયેલા લોકોને સમજાવવાનો પ્રયાસ હાથ ધર્યો છે.




