મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

SBI-PNB બેંક સાથે તમામ પ્રકારની લેવડદેવડ પર રોક, કર્ણાટક સરકારે આ કારણે લીધો નિર્ણય 

કર્ણાટક સરકારે ભારતીય સ્ટેટ બેંક (SBI) અને પંજાબ નેશનલ બેંક (PNB) સાથેની તમામ પ્રકારની લેવડ-દેવ

SBI-PNB બેંક સાથે તમામ પ્રકારની લેવડદેવડ પર રોક, કર્ણાટક સરકારે આ કારણે લીધો નિર્ણય 

કર્ણાટક સરકારે ભારતીય સ્ટેટ બેંક (SBI) અને પંજાબ નેશનલ બેંક (PNB) સાથેની તમામ પ્રકારની લેવડ-દેવડ પર રોક લગાવવાનો આદેશ જાહેર કરતા ભારે ખળભળાટ મચ્યો છે. આ આદેશ હેઠળ વિભાગોને આ બંને બેંકોમાં એકાઉન્ટ બંધ કરવા અને તેમાં જમા કરેલી રકમ ઉપાડવા માટે પણ સૂચના આપવામાં આવી છે.

સરકારના આદેશ મુજબ, આ બંને બેંકોમાં કોઈપણ રકમ જમા કરવામાં નહીં આવે અને રોકાણ પણ કરવામાં નહીં આવે. ઉલ્લેખનીય છે કે, આ બંને બેંકોમાં જમા સરકારી નાણાંનો દુરુપયોગ થયાનો આરોપ લાગ્યા બાદ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા સરકારના નાણાં વિભાગના સચિવ જાફરે આ આદેશ જાહેર કર્યો છે. સરકાર દ્વારા કડક શબ્દોમાં કહેવાયું છે કે, કથિત દુરુપયોગ અંગે એસબીઆઈ અને પીએનબીને ઘણીવખત ચેતવણી આપવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે સરકારે આ નિર્ણય લેવો પડ્યો છે.

SBI-PNBમાં જમા રકમનો દુરુપયોગ થતો હોવાનો આક્ષેપ

આદેશ મુજબ રાજ્ય સરકારના તમામ વિભાગો, જાહેર સાહસો, તમામ કોર્પોરેશનો અને સ્થાનિક સંસ્થાઓ, યુનિવર્સિટીઓ અને અન્ય સંસ્થાઓ એસબીઆઈ અને પીએનબીના ખાતા બંધ કરી તમામ નાણાં પરત કરે. કર્ણાટકમાં સરકારી વિભાગોના મોટાભાગના એકાઉન્ટ આ બે બેંકોમાં ચલાવવામાં આવે છે. રાજ્ય સરકારે આ બંને બેંકોમાં જમા રકમના દુરુપયોગનો ગંભીર આક્ષેપ કર્યા બાદ તાત્કાલિક અસરથી આ નિર્ણય લીધો છે અને કહ્યું છે કે, રાજ્યના સરકારી વિભાગો બંને બેંકોમાં નાણાં જમા ન કરે અને કોઈપણ પ્રકારની લેવડ-દેવડ ન કરે.

SBI દેશની સૌથી મોટી સરકારી બેંક

ઉલ્લેખનીય છે કે, સરકારી વિભાગોના મોટાભાગના નાણાંકીય વ્યવહારો આ બંને બેંકોમાં થાય છે. વાસ્તવમાં એસબીઆઈ દેશની સૌથી મોટી સરકારી બેંક છે અને તેનું માર્કેટ કેપિટલાઈઝેશન 7.17 લાખ કરોડ રૂપિયા છે. જ્યારે પંજાબ નેશનલ બેંક દેશની બીજી સૌથી મોટી સરકારી બેંક છે અને તેની માર્કેટ વેલ્યૂ 1.25 લાખ કરોડ રૂપિયા છે. 

આ સમાચાર શેર કરો