કર્ણાટક સરકારે ડેન્ગ્યુને મહામારી જાહેર કરી, ઘરમાં મચ્છર મળ્યા તો દંડ ભરવો પડશે
એક બાજુ દેશના મોટાભાગના રાજ્યોમાં મેઘરાજા મનમકીને વરસી રહ્યા છે. બીજી બાજુ રોગચાળો પણ ફેલાયો છે. કર્ણા

એક બાજુ દેશના મોટાભાગના રાજ્યોમાં મેઘરાજા મનમકીને વરસી રહ્યા છે. બીજી બાજુ રોગચાળો પણ ફેલાયો છે. કર્ણાટકમાં છેલ્લા કેટલાક મહિનાથી ડેન્ગ્યુના કેસોમાં ઉછાળો જોવા મળ્યો છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે કર્ણાટક સરકારે ડેન્ગ્યુ મહામારી જાહેર કરી છે. એટલું જ નહીં ઘરમાં મચ્છર મળ્યા તો દંડ ભરવો પડશે
24 કલાકમાં ડેન્ગ્યુના 245 કેસો નોંધાયા
કર્ણાટક રાજ્યમાં અત્યાર સુધીમાં 24,000થી વધુ કેસો નોંધાયા છે. જ્યારે 12 લોકોના મોત નિપજ્યા છે. જે પૈકી અત્યારે 1358 કેસો અક્ટિવ છે. જેમાં 245 કેસો છેલ્લા 24 કલાકમાં નોંધાયા છે.
કર્ણાટક સરકારે તેના નોટિફિકેશનમાં દંડનો ઉલ્લેખ પણ કર્યો
કર્ણાટક સરકારે તેના નોટિફિકેશનમાં દંડનો ઉલ્લેખ પણ કર્યો છે. જેમાં ઘરની અંદર અથવા બહારથી ડેન્ગ્યુના મચ્છર જોવા મળશે તો દંડ ફટકારવવામાં આવશે. જેમાં શહેરી વિસ્તારના લોકો પાસેથી રૂપિયા 400 અને ગ્રામ્ય વિસ્તારના લોકો પાસેથી રૂપિયા 200નો દંડ વસૂલવામાં આવશે.
ડેન્ગ્યુના લક્ષણો
ડેન્ગ્યુની શરૂઆત તીવ્ર તાવ, માથાનો દુખાવો, આંખોની પાછળ દુખાવો, સાંધા અને સ્નાયુઓમાં દુખાવો, થાક, ઉબકા, ઉલ્ટી, ત્વચા પર લાલ ફોલ્લીઓ અને ભૂખ ન લાગવી જેવા લક્ષણોથી થાય છે. ઘણા દિવસો બાદ સામાન્ય રીતે 3-7 દિવસો બાદ દર્દીમાં ગંભીર ડેન્ગ્યુના લક્ષણો આવી શકે છે. જેમ કે પેટમાં દુખાવો, ઝડપથી શ્વાસ લેવો, સતત ઉલ્ટીઓ, ઉલ્ટીમાં લોહી આવવું, પેશાબમાં લોહી આવવું, બોડીમાં લિક્વિડ જામી જવું, લિવરમાં સમસ્યા, પ્લેટલેટ કાઉન્ટ ઝડપથી ઘટવી, બેચેની થવી વગેરે. આવા લક્ષણો દેખાવા પર દર્દીએ તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ થવું જોઇએ. એડીઝ મચ્છર કરડવાથી થતું આ સંક્રમણ ઘણી વખત જીવલેણ પણ સાબિત થાય છે.








