'તંગ આવી ગયો છું, બધી ફાઈલ ફેંકી દઈશ',કોર્ટમાં વકિલોની વર્તણૂંકથી ગુસ્સે ભરાયા જજ
સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ ન્યાયાધીશ જસ્ટિસ અભય એસ ઓકા શુક્રવારે કોર્ટની સુનાવણી દરમિયાન ગુસ્સે ભરાયા હતા. કોર્ટની ક

સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ ન્યાયાધીશ જસ્ટિસ અભય એસ ઓકા શુક્રવારે કોર્ટની સુનાવણી દરમિયાન ગુસ્સે ભરાયા હતા. કોર્ટની કામગીરી દરમિયાન જ્યારે ઘણા વકીલો એક સાથે બોલીને પોતાની દલીલો રજૂ કરવા લાગ્યા. વકીલોનું આવું વર્તન જોઈને જસ્ટિસ ઓકાએ વકીલોને શાંત રહેવા અને એક પછી એક પોતાની દલીલો રજૂ કરવા કહ્યું, પરંતુ વકીલો સહેજ પણ સાંભળ્યું નહીં. આ જોઈને જસ્ટિસ ઓકા વકીલો પર ગુસ્સે થયા અને કહ્યું કે, તેઓ આવી અનુશાસનહીનતા જોઈને કંટાળી ગયા છે.
હું બધી ફાઇલો ફેંકી દઈશ
જસ્ટિસ ઓકાએ કહ્યું, "અમે દરરોજ આવી અનુશાસનહીનતા જોઈએ છીએ. જ્યારે અમે વકીલોને પૂછીએ છીએ કે, તેઓ કોના વતી હાજર થઈ રહ્યા છે, ત્યારે તેમની પાસેથી કોઈ જવાબ મળતો નથી." ત્યારબાદ જસ્ટિસ ઓકાએ મૌખિક ટિપ્પણી કરી કે, જો આવું ચાલુ રહેશે તો હું બધી ફાઇલો ફેંકી દઈશ. તેમણે કહ્યું કે કોર્ટરૂમમાં એક નિયમ લાગુ કરવામાં આવે. જો વકીલો એક જ સાથે દલીલો કરતા રહેશે, તો અમે તેમની ફાઇલો ફેંકી દઈશું.
આ મામલો થાળે પાડવાની તેમની રણનીતિનો એક ભાગ છે
સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનના પ્રમુખ અને વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે કોર્ટને જણાવ્યું હતું કે, આ બબાલમાં ઘણા દખલ કરનારા લોકો સામેલ હતા અને આ મામલો કોર્ટમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ બિલકુલ સાચું છે. આ મામલો થાળે પાડવાની તેમની રણનીતિનો એક ભાગ છે. જેમના કેસ લિસ્ટેડ છે તેઓ કોર્ટમાં પોતાની દલીલો રજૂ કરી શકતા નથી અને જે લોકો કેસ સાથે જોડાયેલા નથી તેઓ દલીલો કરી રહ્યા છે. આ રીતે દખલગીરી કરનારા લોકો ચિત્રમાં આવે છે.
આના પર બીજા વકીલે કહ્યું કે હા, દખલ કરનારા લોકોને આ રીતે સફળતા મળી રહી છે. આના પર જસ્ટિસ ઓકાએ ફરીથી કહ્યું, અમે દરરોજ આવી અનુશાસનહીનતા જોઈએ છીએ. મળતી માહિતી મુજબ જસ્ટિસ ઓકાએ એમ પણ કહ્યું કે, આવી અનુશાસનહીનતા અમને ફક્ત સુપ્રીમ કોર્ટમાં જ દેખાય છે. મેં બોમ્બે હાઈકોર્ટ, કર્ણાટક હાઈકોર્ટમાં પણ ફરજ બજાવી છે, પરંતુ ત્યાં ક્યારેય આવી શિસ્તભંગ જોઈ નથી.
જસ્ટિસ ઓકાએ કહ્યું, જો આવું જ ચાલતું રહેશે, તો અમે પણ આવા કેસોનો સામનો કરવાનું શીખીશું. જો વકીલો અમારી કોર્ટમાં હોબાળો કરશે, તો અમે તેમની ફાઇલો ફેંકી દઈશું.
જણાવી દઈએ કે જસ્ટિસ ઓકાને 29 ઓગસ્ટ, 2003ના રોજ બોમ્બે હાઈકોર્ટમાં એડિશનલ જજ તરીકે બઢતી આપવામાં આવી હતી. બાદમાં તેમને ૧૨ નવેમ્બર ૨૦૦૫ થી કાયમી ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. લગભગ ૧૪ વર્ષ પછી ૧૦ મે ૨૦૧૯ના રોજ કર્ણાટક હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા અને ૩૧ ઓગસ્ટ ૨૦૨૧થી સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે નિયુક્ત થયા છે. તેઓ આ વર્ષે મે મહિનામાં નિવૃત્ત થઈ રહ્યા છે.








