મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

'સોનિયા ગાંધીએ મોતના સોદાગર, રાહુલે PMને ડંડાથી મારવાની વાત કહી', જેપી નડ્ડાએ ખડગેને આપ્યો જવાબ

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ PM મોદીના જન્મદિવસ પર પત્ર લખીને તેમને શુભેચ્છા પાઠવી હત

'સોનિયા ગાંધીએ મોતના સોદાગર, રાહુલે PMને ડંડાથી મારવાની વાત કહી', જેપી નડ્ડાએ ખડગેને આપ્યો જવાબ

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ PM મોદીના જન્મદિવસ પર પત્ર લખીને તેમને શુભેચ્છા પાઠવી હતી. આ સાથે જ પત્રમાં રાહુલ ગાંધી વિરૂદ્ધ ભાજપના નેતાઓ દ્વારા આપવામાં આવેલા વિવાદિત નિવેદનનો ઉલ્લેખ કરીને કાર્યવાહીની માંગ કરી હતી. હવે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કોંગ્રેસ અધ્યક્ષના પત્રનો જવાબ આપ્યો છે.

જેપી નડ્ડાએ કોંગ્રેસને આપ્યો જવાબ

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ રાહુલ ગાંધીને લઇને કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને જવાબ આપ્યો છે. જેપી નડ્ડાએ લખ્યુ, આદરણીય ખડગેજી, તમે રાજકીય મજબૂરીવશ જનતા દ્વારા વારંવાર નકારવામાં આવેલી પોતાની ફેલ પ્રોડક્ટને ફરી એક વખત પોલિશ કરી બજારમાં ઉતારવાના પ્રયાસમાં જે પત્ર દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લખ્યો છે, તે પત્રને વાંચીને મને લાગ્યુ કે તમારા દ્વારા કહેવામાં આવેલી વાતો સત્યથી ઘણી દૂર છે.'

મહત્ત્વપૂર્ણ છે કે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પીએમ મોદીને પત્ર લખીને કેન્દ્રીય મંત્રી રવનીત બિટ્ટુ સહિત તે નેતાઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહીની માંગ કરી હતી જેમાં રાહુલ ગાંધી વિરૂદ્ધ વિવાદિત નિવેદન આપવામાં આવ્યું હતું. 

તમે રાહુલ ગાંધીની કરતૂતોને ભૂલી ગયા- નડ્ડા

નડ્ડાએ લખ્યુ, એવું લાગે છે કે પત્રમાં તમે રાહુલ ગાંધી સહિત તમારા નેતાઓની કરતૂતોને ભૂલી ગયા છો અથવા તેને જાણી જોઇને નજરઅંદાજ કરી છે. મને લાગ્યું કે તે વાતોને વિસ્તારથી તમારા ધ્યાનમાં લાવવી જરૂરી છે. ખડગેજી તમે તમારા પત્રમાં સિલેક્ટિવ રીતે વાત માત્ર રાહુલ ગાંધીને લઇને કરી છે માટે હું તેનાથી જ પોતાની વાતની શરૂઆત કરવા માંગીશ.

'જેને સંસદમાં PMને મારવાની વાત કહી...'

નડ્ડાએ લખ્યુ, દેશના વડાપ્રધાન સહિત સમગ્ર ઓબીસી સમુદાયને ચોર કહીને અપમાનિત કરવાનો ઈતિહાસ ધરાવનાર વ્યક્તિએ દેશના વડાપ્રધાન માટે અત્યંત અભદ્ર શબ્દોનો ઉપયોગ કર્યો છે, જેણે દેશના વડાપ્રધાનને માર મારવાની વાત કરી છે. તમે કઈ મજબૂરીમાં રાહુલ ગાંધીને ન્યાયી ઠેરવવાનો પ્રયાસ કરી રહ્યા છો, જેની અત્યાચારી માનસિકતાથી આખો દેશ વાકેફ છે?

જેપી નડ્ડાએ લખ્યું, રાહુલ ગાંધીના માતા સોનિયા ગાંધી જેમણે મોદીજી માટે 'મોતના સોદાગર' જેવા અસંસ્કારી અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો? તમે અને તમારી પાર્ટીના નેતાઓ આ બધા દુર્ભાગ્યપૂર્ણ અને શરમજનક નિવેદનોની પ્રશંસા કરતા રહ્યા. ત્યારે કોંગ્રેસ રાજકીય સચ્ચાઈના મુદ્દાઓ કેમ ભૂલી ગઈ? જ્યારે રાહુલ ગાંધીએ ખુલ્લેઆમ કહ્યું હતું કે 'મોદીની ઇમેજ ખરડશે', તો ખડગેજી, રાજકીય મર્યાદા કોને તોડી હતી ખડગેજી?  હું સમજું છું કે તમારી ફેલ પ્રોડક્ટનો બચાવ કરવો અને તેની પ્રશંસા કરવી એ તમારી મજબૂરી છે પરંતુ ઓછામાં ઓછું કોંગ્રેસ અધ્યક્ષ હોવાના કારણે તમારે આ બાબતોનું આત્મનિરીક્ષણ કરવું જોઇએ.

આ સમાચાર શેર કરો