મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

J&K: ડોડાના દેસા વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે ગોળીબાર, સર્ચ ઓપરેશન શરૂ

જમ્મુ-કાશ્મીર પોલીસજણાવ્યું હતું કે, ડોડાના દેસા વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષા

J&K: ડોડાના દેસા વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે ગોળીબાર, સર્ચ ઓપરેશન શરૂ

જમ્મુ-કાશ્મીર પોલીસજણાવ્યું હતું કે, ડોડાના દેસા વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે ગોળીબાર થયો હતો. જો કે ફાયરિંગ હવે બંધ છે. સેનાએ સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. તમને જણાવી દઈએ કે સેનાને ઈનપુટ મળ્યા હતા કે આ વિસ્તારમાં આતંકીઓ છુપાયેલા હોઈ શકે છે. આ પછી, સુરક્ષા દળોએ વિસ્તારને કોર્ડન કરવાનું શરૂ કર્યું અને મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધર્યું. થોડીવાર સુધી આતંકવાદીઓ તરફથી ગોળીબાર થતો રહ્યો, ત્યારબાદ આતંકીઓ અને ભારતીય સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ.

આજે સાંજે સુરક્ષાદળોને આતંકીઓ સાથે સંપર્ક સ્થાપિત કરવામાં સફળતા મળી હતી. લગભગ 15 મિનિટ સુધી ગોળીબાર ચાલુ રહ્યો. હવે ગોળીબાર બંધ થઈ ગયો છે. વિસ્તારમાં મોટા પાયે ઘેરાબંધી કરી દેવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ વિસ્તારમાં 2 થી 3 આતંકીઓનું એક જૂથ છુપાયેલું છે. આ વિસ્તારમાં સેના, જમ્મુ-કાશ્મીર પોલીસ અને CRPF દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.

આ સમાચાર શેર કરો