VIDEO: હિસારમાં JJP નેતા રવીન્દ્ર સૈનીની ગોળી મારી કરાઈ હત્યા
હરિયાણાના હિસારમાં હીરો મોટરસાઇકલ શોરૂમના માલિક રવીન્દ્ર સૈનીની ધોળા દિવસે ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી

હરિયાણાના હિસારમાં હીરો મોટરસાઇકલ શોરૂમના માલિક રવીન્દ્ર સૈનીની ધોળા દિવસે ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. રવીન્દ્ર સૈની દુષ્યંત ચૌટાલાની જેજેપી પાર્ટી સાથે જોડાયેલા હતા. બાઇક પર સવાર ત્રણ યુવકોએ ગોળી મારી હતી.
હરિયાણાના હિસાર જિલ્લામાં દિવસે દિવસે હત્યાનો મામલો સામે આવ્યો છે. હાંસી વિસ્તારમાં બદમાશોએ હીરો મોટરસાઇકલ શોરૂમના માલિક રવિન્દ્ર સૈનીની ગોળી મારીને હત્યા કરી નાખતા ચકચાર મચી ગઈ છે.
પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી
બીજી તરફ આ બનાવની જાણ થતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો છે. પોલીસે આરોપીને પકડવા ચક્રોગતિમાન હાથ ધર્યા છે. મળતી માહિતી મુજબ રવીન્દ્ર સૈની પાસે ગનમેન પણ હતો. હુમલો થયો ત્યારે તે શોરૂમમાં હાજર હતો.
પોલીસે આરોપીઓને પકડવા વિવિધ સ્થળોએ કરી નાકાબંધી
હાલ પોલીસે આરોપીઓ શહેરની બહાર ભાગી ન જાય તે માટે વિવિધ સ્થળોએ નાકાબંધી કરવામાં આવી રહી છે. તમામ પોલીસ સ્ટેશનોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસ અધિકારીઓ પણ એક્ટિવ થઈ ગયા છે.








