મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

'નીતિશ કુમારને INDIA ગઠબંધને PM બનાવવાની આપી હતી ઓફર', JDU નેતાનો દાવો

'જે નેતાઓએ નીતિશ કુમારને INDIA ગઠબંધનના રાષ્ટ્રીય સંયોજક બનાવવાનો ઇનકાર કરી દીધો હતો તે તેમને વડાપ્રધાન

'નીતિશ કુમારને INDIA ગઠબંધને PM બનાવવાની આપી હતી ઓફર', JDU નેતાનો દાવો

'જે નેતાઓએ નીતિશ કુમારને INDIA ગઠબંધનના રાષ્ટ્રીય સંયોજક બનાવવાનો ઇનકાર કરી દીધો હતો તે તેમને વડાપ્રધાન બનવાનો પ્રસ્તાવ આપી રહ્યાં છે'. કેન્દ્રમાં સરકારની રચના પહેલા JDU નેતા કેસી ત્યાગીના નિવેદન બાદ રાજકારણ ગરમાયું છે.

એક ઇન્ટરવ્યૂંમાં ચૂંટણીના પરિણામ સામે આવ્યા બાદ INDIA ગઠબંધનના નેતાઓ તરફથી નીતિશ કુમારને વડાપ્રધાન પદની ઓફર કરવામાં આવી હતી પરંતુ તેમને તેને ફગાવી દીધી હતી.

વિપક્ષી ગઠબંધનના સુત્રધાર રહી ચુક્યા છે નીતિશ કુમાર

મહત્ત્વપૂર્ણ છે કે લોકસભા ચૂંટણીમાં બહુમતના આંકડાને પાર કરવામાં ભાજપ નિષ્ફળ રહ્યું છે. જોકે, NDA સરકાર બનાવવા માટે JDU અને TDPએ ભાજપનું સમર્થન કર્યું છે. ચૂંટણીમાં JDUને 12 અને TDPને 16 લોકસભા બેઠક મળી છે. INDIA ગઠબંધનના સૂત્રધાર રહેલા નીતિશ કુમારે સ્પષ્ટ કહી દીધુ છે કે તે NDA સરકારને પોતાનું સમર્થન આપતા રહેશે.

ભાજપમાં JDUને મળી રહ્યું છે સમ્માન- કેસી ત્યાગી

કેસી ત્યાગીએ કહ્યું કે INDIA ગઠબંધનના નેતાઓ દ્વારા નીતિશ કુમાર સાથે કરવામાં આવેલા દુર્વ્યવહારને કારણે તેમને વિપક્ષ સાથે સબંધ તોડી નાખ્યો હતો. તે JDUને ભાજપ સમ્માન આપી રહ્યું છે.

અગ્નિવીર યોજના પર ફરી વિચાર કરવાની જરૂર- કેસી ત્યાગી

મહત્ત્વપૂર્ણ છે કે JDUએ દેશના બે મોટા વિષયો પર પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. તે સેનામાં ભરતી ધરાવતી અગ્નિવીર યોજનાની સમીક્ષા અને સમાન નાગરિક સંહિતા પર તમામ રાજ્યો સાથે વાતચીતના પક્ષમાં છે. JDUની અપેક્ષા રાષ્ટ્રીય સ્તર પર જાતિ આધારિત ગણના કરાવવાની પણ છે. કેસી ત્યાગીએ કહ્યું કે અગ્નિવીર યોજનાનો ઘણો વિરોધ થયો. લોકસભા ચૂંટણીમાં પણ તેની અસર જોવા મળી છે માટે તેના પર ફરી વિચાર કરવાની જરૂર છે.
 

આ સમાચાર શેર કરો