મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

કર્ણાટક/JDS સાંસદ પ્રજ્વલ રેવન્ના જાતીય સતામણી કેસમાં 31 મેના રોજ SIT સમક્ષ હાજર થશે

કર્ણાટકની હાસન સીટના JDS લોકસભા સાંસદ અને પૂર્વ પીએમ એચડી દેવગૌડાના પૌત્ર પ્

કર્ણાટક/JDS સાંસદ પ્રજ્વલ રેવન્ના જાતીય સતામણી કેસમાં 31 મેના રોજ SIT સમક્ષ હાજર થશે

કર્ણાટકની હાસન સીટના JDS લોકસભા સાંસદ અને પૂર્વ પીએમ એચડી દેવગૌડાના પૌત્ર પ્રજ્વલ રેવન્ના જાતીય સતામણી કેસમાં 31 મેના રોજ વિશેષ તપાસ ટીમ (SIT) સમક્ષ હાજર થશે. તેમણે દાવો કર્યો છે કે તે ડિપ્રેશનમાં આવી ગયો હતો. જણાવી દઈએ કે ઘણી મહિલાઓએ રેવન્ના પર યૌન શોષણના આરોપો લગાવ્યા હતા. સોશિયલ મીડિયા પર થોડા સમય પહેલા તેની ઘણી સેક્સ ટેપ વાયરલ થઈ હતી. ચૂંટણી ટાણે આવી ક્લિપો વાયરલ થતાં કર્ણાટકના રાજકારણમાં ખળભળાટ મચી ગયો હતો. વીડિયો વારયલ થતાં જ રેવન્ના વિદેશ ભાગી ગયો હતો.

સાંસદ પ્રજ્વલ રેવન્નાએ કહ્યું, “મને ખોટો ન સમજો. હું 31 મેના રોજ સવારે 10 વાગ્યે SIT સમક્ષ હાજર થઈશ અને તપાસમાં સંપૂર્ણ સહકાર આપીશ. મને ન્યાયતંત્રમાં પૂરો વિશ્વાસ છે. મારી સામેના આ તમામ કેસ ખોટા છે. હું કાયદામાં વિશ્વાસ કરું છું.'' 33 વર્ષીય પ્રજ્વલ રેવન્નાજાતીય સતામણીના આરોપ બાદ 26 એપ્રિલે દેશ છોડી જર્મની ભાગી ગયો હતો. આ મામલે કોંગ્રેસ સહિત સમગ્ર વિપક્ષ JDS અને BJP પર પ્રહારો કરી રહ્યા છે.
 
પ્રજ્વલ રેવન્નાએ પોતાના પર લાગેલા તમામ આરોપોને રાજકીય ષડયંત્ર ગણાવતા કહ્યું કે તે ડિપ્રેશનમાં આવી ગયો હતો. તેણે પોતાના ઠેકાણાનો ખુલાસો ન કરવા બદલ JDS નેતા અને પાર્ટી કાર્યકર્તાઓની માફી પણ માંગી હતી. "હું મારા પરિવારના સભ્યો, હું મારા એચડી કુમારસ્વામી અને પક્ષના કાર્યકરોની વિદેશમાં મારા ઠેકાણા વિશે યોગ્ય માહિતી ન આપવા બદલ માફી માંગુ છું," તેમણે કહ્યું. 26 એપ્રિલે ચૂંટણી પૂરી થઈ ત્યારે મારી સામે કોઈ કેસ નહોતો. મારા ગયાના બે-ત્રણ દિવસ પછી, મેં યુટ્યુબ પર મારા પરના આ આરોપો જોયા, મેં મારા વકીલ દ્વારા એસઆઈટી પાસે સાત દિવસનો સમય માંગ્યો છે.

આ સમાચાર શેર કરો