મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

જમ્મુ કાશ્મીર: રિયાસીમાં થયેલા આતંકી હુમલામાં બે શકમંદોની તસવીરો જાહેર, સેનાની તપાસ શરુ

જમ્મુ-કાશ્મીરના રિયાસીમાં પેસેન્જર બસ પર થયેલા આતંકી હુમલા પાછળ પાકિસ્તાન સ્થિત લશ્કર-

જમ્મુ કાશ્મીર: રિયાસીમાં થયેલા આતંકી હુમલામાં બે શકમંદોની તસવીરો જાહેર, સેનાની તપાસ શરુ

જમ્મુ-કાશ્મીરના રિયાસીમાં પેસેન્જર બસ પર થયેલા આતંકી હુમલા પાછળ પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તૈયબાનો હાથ હોવાનું સામે આવ્યું છે. શિવખોડીની પરત આવી રહેલી શ્રદ્ધાળુઓની બસ પર આતંકી હુમલો થયો હતો. બસમાં સવાર તમામ શ્રદ્ધાળુઓ ભોલે બાબાના દર્શન કરીને શિવખોડીથી કટારા પરત આવી રહ્યા હતા. આ દરમિયાન રિયાસીમાં આંતકીઓએ 30થી 40 રાઉન્ડ ફાયરિંગ કરતાં બસ ડ્રાઈવરને ગોળી વાગતાં બસ 200 ફૂટ ઊંડી ખાઈમાં પડી હતી. આ હુમલામાં 10 શ્રદ્ધાળુઓના મોત થયા હતા અને 33થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જો બસ ખીણમાં ન પડી હોત તો આતંકીઓના ગોળીબારમાં વધુ લોકોના મોત થવાની પણ સંભાવના હતી. 

સુરક્ષા દળોએ જમ્મુ-કાશ્મીરના રિયાસીમાં શ્રદ્ધાળુઓથી ભરેલી બસ પર ગોળીબાર કરનારા શંકાસ્પદ આતંકવાદીઓની તસવીર જાહેર કરી છે. સુરક્ષા એજન્સીઓએ આ હુમલા માટે બે વિદેશી આતંકવાદીઓ અબુ હમઝા અને અધુનને જવાબદાર ઠેરવ્યા છે. અગાઉ રાજૌરી અને પૂંચમાં થયેલા આતંકવાદી હુમલા પાછળ પણ આ બે આતંકવાદીઓનો હાથ હોવાનું કહેવાય છે. આ આતંકી હુમલામાં પોલીસે 6 થી 8 લોકોની પૂછપરછ માટે અટકાયત કરી છે.

રવિવારે સાંજે જમ્મુના રિયાસીમાં થયેલા આતંકી હુમલા પાછળ પાકિસ્તાન સ્થિત લશ્કર એ  તૈયબનો હાથ છે. બસ પર બે જેહાદી- આતંકીઓએ હુમલો કર્યો હતો. સૂત્રોનું કહેવું છે કે બંને આતંકીઓ પાકિસ્તાનના છે. તેઓએ રાજૌરી અને રિયાસી બોર્ડર વચ્ચેના વિસ્તારમાં બસને ટાર્ગેટ કરી હતી. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, આતંકવાદી કમાન્ડર અબુ હમઝા રાજૌરીમાં સક્રિય છે. અબુ હમઝાનીને શોધવા માટે સુરક્ષા દળોનું સંયુક્ત સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.

આ હુમલાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. તેની જવાબદારી NIAને સોંપવામાં આવી છે. આ ઉપરાંત NIA ફોરેન્સિક ટીમને પણ ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. આ ઉપરાંત એફએસએલની ટીમે ઘટના સ્થળે પહોંચી પુરાવા એકત્ર કર્યા હતા. આ ઘટનાનો ભોગ બનેલા શ્રદ્ધાળુઓ ઉત્તર પ્રદેશ, દિલ્હી અને રાજસ્થાનના રહેવાસી છે. રિયાસી આતંકી હુમલામાં શહીદ તીર્થયાત્રીઓના પરિવારજનોને 10 લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે. હાલમાં આ તમામ ઈજાગ્રસ્તોની  સારવાર જમ્મુની નારાયણ હોસ્પિટલ અને સરકારી મેડિકલ કોલેજમાં ચાલી રહી છે. 

આ સમાચાર શેર કરો