મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

જમ્મુ કાશ્મીર: નેશનલ કોન્ફરન્સે 32 ઉમેદવારોની યાદી કરી જાહેર, ઓમર અબ્દુલ્લા લડશે ચૂંટણી

જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણી 10 વર્ષ પછી યોજાવા જઈ રહી છે. કલમ 370 નાબૂદ કર્યા

જમ્મુ કાશ્મીર: નેશનલ કોન્ફરન્સે 32 ઉમેદવારોની યાદી કરી જાહેર, ઓમર અબ્દુલ્લા લડશે ચૂંટણી

જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણી 10 વર્ષ પછી યોજાવા જઈ રહી છે. કલમ 370 નાબૂદ કર્યા પછી જમ્મુ અને કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યું. આ પછી પહેલીવાર ચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્રણ તબક્કામાં ચૂંટણી યોજાશે. રાજ્યની 90 વિધાનસભા બેઠકો માટે 18 સપ્ટેમ્બર, 25 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબરે મતદારો મતદાન કરશે. ચૂંટણીના પરિણામો 4 ઓક્ટોબરે જાહેર થશે.

નેશનલ કોન્ફરન્સે જમ્મુ-કાશ્મીર ચૂંટણી માટે 32 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. જમ્મુ અને કાશ્મીર નેશનલ કોન્ફરન્સ (JKNC) તરફથી આગામી વિધાનસભાની ચૂંટણીઓ માટે ઉમેદવારની જાહેરાત કરવામાં આવી છે. ઓમર અબ્દુલ્લા જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણી લડશે. આ પહેલા એક ઈન્ટરવ્યુ આપતા અબ્દુલ્લાએ કહ્યું હતું કે તેઓ ચૂંટણી નહીં લડે. 

  1. કંગન (ST): મિયાં મેહર અલી
  2. ગાંદરબલ: ઓમર અબ્દુલ્લા 
  3. હઝરતબલ : સલમાન અલી સાગર 
  4. ખાનયાર: અલી મોહમ્મદ સાગર 
  5. હબ્બા કદલ: શમીમા ફિરદૌસ 
  6. લાલ ચોક: અહેસાન પરદેસી 
  7. ચનાપોરા: મુશ્તાક ગુરુ 
  8. જદીબલ: તનવીર સાદિક 
  9. ઈદગાહ: મુબારક ગુલ 
  10. ખાન સાહબ: સૈફ- ઉદ-દિન ભટ 

11.ચાર-એ-શરીફ: અબ્દુલ રહીમ રાથેર 

12.ચદૂરા: અલી મોહમ્મદ ડાર 

3.ગુલાબ ઘર (ST): Er. ખુર્શીદ 

14.કાલાકોટ/સુંદરબની: યશુ વર્ધન સિંહ 

15.નૌશેરા: સુરિન્દર ચૌધરી 

16.બુધલ (ST): જાવિદ ચૌધરી 

17.પૂંચ હવેલી: એજાઝ અહેમદ જાન્યુ. 

18.મેંઢર (ST): જાવિદ રાણા 

19.કર્ણ: જાવિદ મિર્ચલ

20.ત્રેહગામ: મીર સૈફુલ્લાહ 

  1. કુપવાડા: નાસીર અસલમ વાની (સોગામી)
  2. લોલાબ: કૈસર જમશીદ લોન 
  3. હંદવાડા: ચૌધરી મોહમ્મદ રમઝાન 
  4. સોપોર: ઇર્શાદ રસૂલ કાર 
  5. રફિયાબાદ: જાવિદ અહેમદ ડાર 
  6. ઉરી: શફી ડો. ઉરી 
  7. બારામુલા: જાવિદ હુસૈન બેગ 
  8. તંગમાર્ગ: ફારૂક અહેમદ શાહ 
  9. પટ્ટન: જાવિદ રિયાઝ બેદર 
  10. સોનાવરી: હિલાલ અકબર લોન 
  11. ગુરેઝ (ST): નઝીર અહેમદ ગુરેજી 
  12. જમ્મુ ઉત્તર: અજય કુમાર સધોત્રા

આ સમાચાર શેર કરો