Video: ઉત્તર પ્રદેશના સીતાપુર જિલ્લાની જેલમાં કરવાચોથના પર્વની અનોખી ઉજવણી જોવા મળી

ઉત્તર પ્રદેશના સીતાપુર જિલ્લાની જેલમાં કરવાચોથના પર્વની અનોખી ઉજવણી જોવા મળી હતી. જેલમાં બંધ મહિલા કેદીઓએ પરંપરા મુજબ કરવાચોથનું વ્રત રાખ્યું હતું. મળતી માહિતી અનુસાર, જેલમાં રહેલી કુલ 50 મહિલા કેદીઓમાંથી 27 મહિલાઓએ વ્રત રાખ્યું હતું. તહેવારના અવસરે મહિલા કેદીઓએ ધાર્મિક પરંપરાઓનું પાલન કર્યું હતું. આ પ્રસંગે મહિલા કેદીઓમાં તહેવારને લઈને ઉત્સાહ જોવા મળ્યો હતો.







