RTOના પૂર્વ કોન્સ્ટેબલના ઘરે ITની રેડમાં મળ્યો કુબેરનો ખજાનો, અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા
મધ્યપ્રદેશના ભોપાલમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે કે, જ્યાં એક પૂર્વ કોન્સ્ટેબલના ઘર અને ઑફિસમાં દરોડા પા

મધ્યપ્રદેશના ભોપાલમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે કે, જ્યાં એક પૂર્વ કોન્સ્ટેબલના ઘર અને ઑફિસમાં દરોડા પાડતાં સોનું- ચાંદી કિલોના હિસાબે નહીં પરંતુ ક્વિટલના હિસાબે મળી આવ્યા છે. આ સાથે કરોડો રુપિયાની રોકડ તો ખરી જ. મધ્યપ્રદેશની રાજધાની ભોપાલની લોકાયુકત પોલીસને કદાચ કલ્પના પણ નહીં હોય કે, RTO વિભાગના પૂર્વ કોન્સ્ટેબલ સૌરભ શર્માને ત્યાં દરોડો પાડવા જઈ રહ્યા છે, ત્યાંથી 'કુબેરનો ખજાનો' મળી આવશે.
ટીમ જ્યાં હાથ નાખે છે, ત્યાં સોનું, ચાંદી અને રોકડ મળી રહ્યું છે
ભોપાલ પોલીસે પૂર્વ કોન્સ્ટેબલ સૌરભ શર્માને ત્યાં દરોડા પાડ્યા તેમાં સોનું અને ચાંદી કિલોમાં નહીં પણ ક્વિન્ટલના હિસાબે મળી આવ્યા છે. અત્યાર સુધીમાં લગભગ 300 કિલો સોનું-ચાંદી ઝડપાઈ ચૂક્યું છે. તેમજ તેની સાથે કરોડોની રોકડ પણ મળી આવી છે. અહીં ત્રણ દિવસથી તપાસ ચાલી રહી છે, અહીં નવાઈની વાત એ છે કે ટીમ જ્યાં હાથ નાખે છે, ત્યાંથી સોનું, ચાંદી અને રોકડ બહાર નીકળી રહી છે. મળતી માહિતી પ્રમાણે સૌરભ શર્માની ઑફિસમાં ટાઇલ્સ નીચેથી ચાંદીનો ભંડાર મળી આવ્યો છે.
આ પણ વાંચો : દાહોદમાં પૂર્વ સરપંચ અને તલાટીની મિલીભગતે આચર્યું લાખો રુપિયાનું કૌભાંડ
અત્યાર સુધીમાં 234 કિલો ચાંદી અને 52 કિલો સોનું જપ્ત
મીડિયા દ્વારા મળતી માહિતી પ્રમાણે લોકાયુક્ત પોલીસના આ દરોડામાં અત્યાર સુધીમાં 234 કિલો ચાંદી અને 52 કિલો સોનું જપ્ત કરવામાં આવ્યું છે. આ પહેલાં પૂર્વ કોન્સ્ટેબલના ઘરેથી આશરે રૂ. 3.5 કરોડની રોકડ મળી આવી હતી તેમજ જંગલમાંથી એક બિનવારસી હાલતમાં મળેલી કારમાંથી 52 કિલો સોનું અને 10 કરોડની રોકડ મળી આવી હતી. જે કાર ચંદન ગૌરના નામે રજિસ્ટર્ડ છે. ચંદન સૌરભ શર્માનો નજીકનો મિત્ર હોવાનું કહેવાય છે.
મિલકતોનું મૂલ્યાંકન કરવામાં વ્યસ્ત પોલીસ
આ ઉપરાંત સૌરભના ઘરમાંથી કરોડો રૂપિયાની સ્થાવર મિલકતના દસ્તાવેજો પણ મળી આવ્યા છે. હાલમાં લોકાયુક્ત પોલીસ પૂર્વ કોન્સ્ટેબલ સૌરભ શર્મા અને તેના સહયોગીઓના ઠેકાણાઓમાંથી રિકવર કરવામાં આવેલી મિલકતોનું મૂલ્યાંકન કરવામાં વ્યસ્ત જોવા મળી રહી છે.








