Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : ISRO to launch world's most powerful satellite Nisar

ISRO લૉન્ચ કરશે વિશ્વની સૌથી શક્તિશાળી સેટેલાઇટ, ભૂકંપ-જ્વાળામુખી જેવી ઘટનાઓથી બચાવશે

Timeછેલ્લું અપડેટ : 11 Nov 2024
લાઇવ ટીવીGoogle News
ISRO લૉન્ચ કરશે વિશ્વની સૌથી શક્તિશાળી સેટેલાઇટ, ભૂકંપ-જ્વાળામુખી જેવી ઘટનાઓથી બચાવશે

માનવ ઇતિહાસની સૌથી શક્તિશાળી સેટેલાઇટ NISAR આવતા વર્ષની શરૂઆતમાં લૉન્ચ થશે. આ સેટેલાઇટને ભારતીય અવકાશ એજન્સી ISRO અને અમેરિકન સ્પેસ એજન્સી NASAએ સાથે મળીને બનાવી છે. આ એકમાત્ર સેટેલાઇટ આખી દુનિયામાં આવનારી કોઇ પણ આફતની જાણકારી આપી શકે છે.

App Store

દુનિયાને કોઇ પણ આફતથી બચાવશે સેટેલાઇટ

અવકાશમાં તૈનાત થનારી સેટેલાઇટ ભૂકંપ, ભૂસ્ખલન, જંગલની આગ, વરસાદ, ચક્રવાતી તોફાન, હરિકેન, વરસાદ, વીજળી પડવી, જ્વાળામુખી ફાટવું, ટેકટોનિક પ્લેટ્સની મૂવમેન્ટ...દરેક વસ્તુ પર નજર રાખશે. આ પ્રાકૃતિક ઘટના થયા પહેલા જ એલર્ટ કરી દેશે.

નાસા-ઇસરો સિંથેટિક અપર્ચર રડાર (NISAR) લૉન્ચ થયા બાદ વિશ્વમાં આવનારા ભૂકંપ વિશે પહેલા જ સૂચના આપશે. નિસાર ટેકનોટિક પ્લેટ્સની મૂવમેન્ટને સેન્ટીમીટરના સ્તર સુધી રેકોર્ડ કરી શકશે. વધુ અથવા ઓછી મૂવમેન્ટથી ખબર પડશે કે ક્યાં અને ક્યારે ભૂકંપ આવી શકે છે. આ ધરતીનું એક ચક્કર 12 દિવસમાં લગાવશે.

અવકાશમાં કેવી દેખાશે નિસાર સેટેલાઇટ

નિસાર સેટેલાઇટમાં એક મોટો મેન બસ હશે જેમાં કેટલાક ઇંસ્ટ્રુમેન્ટ હશે. ટ્રાન્સપોડર્સ, ટેલીસ્કોપ અને રડાર સિસ્ટમ હશે જેમાંથી એક આર્મ નીકળશે, જેના ઉપર એક સિલિન્ડર હશે. આ સિલિન્ડર લૉન્ચ થયાના કેટલાક કલાક બાદ ખુલશે તો તેમાં ડિશ એન્ટીના જેવી એક મોટી છત્રી નીકળશે. આ છત્રી જ સિંથેટિક અપર્ચર રડાર છે.

દર 12 દિવસે ધરતીનો નવો રિપોર્ટ મળશે

NISAR એપ્લીકેશનના પ્રમુખ કૈથલીન જોન્સે કહ્યું કે 12 દિવસમાં જ નિસાર બીજુ ચક્કર લગાવશે. આટલા દિવસના અંતરમાં ધરતીની સપાટી પર થતા બદલાવ વિશે ખબર પડશે. આપણે સચોટ રીતે શોધી શકીશું કે ક્યા દેશમાં કઇ રીતનું હવામાન છે અથવા કઇ રીતની પ્રાકૃતિક આફત આવવાની આશંકા બની રહી છે.

ક્યાંથી થશે લૉન્ચિંગ?

આ સેટેલાઇટને GSLV-MK2 રોકેટથી લૉન્ચ કરાશે. લૉન્ચિંગ શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી બીજા લૉન્ચ પેડથી થશે. સેટેલાઇટ્સ અને પેલોંડનું કેટલીક વખત ટેસ્ટિંગ પણ થઇ ચુક્યુ છે.

શું કરશે NISAR?

  • આ સેટેલાઇટ દુનિયાને પ્રાકૃતિક આફતથી બચાવશે. આ દુનિયાનું સૌથી મોંઘુ અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ છે, તેને બનાવવામાં 10 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે.
  •  આ વાવાઝોડુ, તોફાન, જ્વાળામુખી, ભૂકંપ, ગ્લેશિયરનું પીગળવું, દરિયાઇ તોફાન, જંગલની આગ, દરિયાની સપાટીમાં વધારો સહિતની ઘણી આફતોના એલર્ટ આપશે. 
  •  નિસાર સ્પેસમાં ધરતીની ચારે તરફ જમા થઇ રહેલા કચરા અને ધરતી તરફ અવકાશ તરફથી આવનારા ખતરાની સૂચના પણ આપતું રહેશે.

આ પણ વાંચો: PM નરેન્દ્ર મોદી કેવા બોસ છે? વિદેશ મંત્રી જયશંકરે આપ્યો આવો જવાબ

કેવી રીતે કામ કરશે?

NISAR પાસે બે પ્રકારના બેન્ડ L અને S હશે. આ બંને પૃથ્વી પર વૃક્ષો અને છોડની વધતી અને ઘટતી સંખ્યા પર નજર રાખશે અને પ્રકાશની અછત અને વધુ પડતી અસરોનો પણ અભ્યાસ કરશે. S બેન્ડ ટ્રાન્સમીટર ભારત દ્વારા બનાવવામાં આવ્યું છે અને L બેન્ડ ટ્રાન્સપોન્ડર નાસા દ્વારા બનાવવામાં આવ્યું છે.