મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

BJPના મુસ્લિમ નેતાએ રામ દરબાર સજાવી કરી દિવાળી પૂજા, સોશિયલ મીડિયામાં મચી આ બબાલ

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા શહજાદ પૂનાવાલાના ધર્મને લઈને ચર્ચા છેડાઈ છે. દિ

BJPના મુસ્લિમ નેતાએ રામ દરબાર સજાવી કરી દિવાળી પૂજા, સોશિયલ મીડિયામાં મચી આ બબાલ

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા શહજાદ પૂનાવાલાના ધર્મને લઈને ચર્ચા છેડાઈ છે. દિવાળીના પર્વે પોતાના ઘરમાં રામલલાનો દરબાર શણગારીને પૂજા કરી હતી. કેટલાક લોકો તેમને મુસ્લિમ કહે છે જ્યારે કેટલાક દાવો કરે છે કે તે પારસી સમુદાયમાંથી આવે છે. ટીવી ચેનલોમાં હિંદુવાદી મંતવ્યો ઉચ્ચારવા માટે પ્રખ્યાત શહજાદ પૂનાવાલાએ ગત વર્ષે એક ઈન્ટરવ્યુ દરમિયાન પોતાના ધર્મ, જાતિ અને અટક વિશે આખી વાત સ્પષ્ટ કરી દીધી હતી.

આ પણ વાંચોઃ આ રાજ્યના મુખ્યમંત્રીની ઉંમર 5 વર્ષમાં 7વર્ષ વધી ગઈ, એફિડેવિટથી મચી બબાલ

શહજાદ પૂનાવાલાએ ગયા વર્ષે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, તે મુસ્લિમ છે. ધર્મ અને જાતિની સ્પષ્ટતા કરતા શહજાદે તેની અટક પૂનાવાલા હોવાની આખી વાત પણ જણાવી હતી. તેણે કહ્યું કે, તે શિયાખાની મુસ્લિમ છે. શિયાખાની એ શિયા સમુદાયની પેટાજાતિ છે.

પૂનાવાલાએ કહ્યું કે તેમની અસલી અટક પૂનાવાલા નહીં જમાદાર છે. મારા પિતા અને તેમના ભાઈઓની અટક જમાદાર છે. જ્યારે મારા પિતાએ તેમનો ધંધો શરૂ કર્યો તો જમાદાર એટલે શૌચાલય સાફ કરનાર થતો હોવાથી તેમને વ્યવસાયમાં વધુ સારું કરવા માટે અટક બદલવાની જરૂર પડી. એટલે તેમણે જમાદારથી નામ બદલીને પૂનાવાલા અટક કરી. મારા પિતાએ તેમની અટક બદલીને પૂનાવાલા કરી હતી, પરંતુ વાસ્તવમાં અમારી અટક જમાદાર છે. જમાદાર પછાત વર્ગ અને પસમાંદા હોય છે.

પૂનાવાલાએ કહ્યું કે તેમનો પરિવાર ખૂબ જ ધાર્મિક હતો. તેમના પિતા સમુદાયના આગેવાન હતા. માતા દરરોજ મસ્જિદ જતી હતી. તેઓ નાના હતા ત્યારે તે પણ દરરોજ સાંજે મસ્જિદ જતા હતા. તેમણે મસ્જિદમાં ધાર્મિક શિક્ષણ પણ લીધું. તેનો જન્મ મુસ્લિમ પરિવારમાં થયો હતો, પરંતુ તેની સાંસ્કૃતિક ઓળખ ભારતીય છે. પૂનાવાલાએ કહ્યું કે તે એક ભારતીય મુસ્લિમ છે જે વિશ્વભરના મુસ્લિમોથી અલગ છે.

જણાવી દઈએ કે, દિવાળી પર્વે રાજકુમાર પૂનાવાલાએ પોતાના ઘરમાં ભગવાન રામનો દરબાર શણગાર્યો હતો. તેમણે અયોધ્યામાં રામ મંદિરની પ્રતિકૃતિ અને  રામલલાની મૂર્તિની પૂજા અને આરતી કરી હતી. જ્યારે આ પૂજાનો વીડિયો સોશિયલ મીડિયા X પર શેર કર્યો તો લોકોએ વિવિધ રીતે કોમેન્ટ કરવાનું શરૂ કર્યું. ઘણા લોકોએ તેનું સમર્થન કર્યું અને તેને ભારતીય સંસ્કૃતિનો ભાગ ગણાવ્યો, જ્યારે ઘણા લોકોએ તેનો વિરોધ કર્યો.

આ સમાચાર શેર કરો