જયપુર:સોનિયા ગાંધીના ભાજપ પર આકરા પ્રહાર, કહ્યું- “લોકતંત્રનું ચીરહરણ કરી રહ્યા છે PM મોદી”
ભારતીય જનતા પાર્ટી (BJP), કોંગ્રેસ સહિત તમામ રાજકીય પક્ષોએ આગામી લોકસભા ચ

ભારતીય જનતા પાર્ટી (BJP), કોંગ્રેસ સહિત તમામ રાજકીય પક્ષોએ આગામી લોકસભા ચૂંટણી માટે પ્રચાર શરૂ કરી દીધો છે. એક તરફ ભાજપ સતત ત્રીજી વખત દેશમાં સત્તા હાંસલ કરવાનો પ્રયાસ કરી રહી છે, તો બીજી તરફ કોંગ્રેસનો હેતુ ભાજપને સત્તા પરથી હટાવવાનો છે. શનિવારે રાજસ્થાનના જયપુરમાં કોંગ્રેસે મહા રેલીનું આયોજન કર્યું હતું.
આ રેલીમાં પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, પાર્ટીના વર્તમાન અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા , સાંસદ રાહુલ ગાંધી સહિત ઘણા નેતાઓ હાજર રહ્યા હતા. રેલી દરમિયાન પાર્ટીએ પોતાનો ચૂંટણી ઢંઢેરો ‘ન્યાય પત્ર’ લોન્ચ કરીને વડાપ્રધાન મોદી અને ભાજપ પર વિવિધ મુદ્દે આકરા પ્રહારો કર્યા હતા.
દેશની લોકશાહી ખતરામાં છે – સોનિયા ગાંધી
રાજ્યસભા સાંસદ બન્યા બાદ પહેલીવાર રાજસ્થાન આવેલા સોનિયા ગાંધીએ રેલીને સંબોધિત કરી હતી.રેલી સંબોધતા મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. સોનિયાએ કહ્યું, ‘મોદીજી પોતાને મહાન ગણીને દેશ અને લોકશાહીની ગરિમાને ખતમ કરી રહ્યા છે. વિપક્ષી નેતાઓને ભાજપમાં જોડાવા માટે ડરાવી અને ધમકાવી રહ્યા છે. સોનિયા ગાંધીએ આકરા પ્રહારો કરતા કહ્યું કે આપણા દેશની લોકશાહી ખતરામાં છે.
ભાજપે અત્યાચાર વધારવામાં કોઈ કસર છોડી નથી
સોનિયા ગાંધીએ કહ્યું કે છેલ્લા 10 વર્ષથી આપણો દેશ એક એવી સરકારના હાથમાં છે, જેણે બેરોજગારી, મોંઘવારી, આર્થિક સંકટ, અસમાનતા અને અત્યાચારને પ્રોત્સાહન આપવામાં કોઈ કસર છોડી નથી. મોદી સરકારે જે કંઈ કર્યું છે તે તમારી સામે છે.
દેશ આજે ન્યાયની માંગ કરી રહ્યો છે
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પણ ચૂંટણી રેલીને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું ‘અમે અમારા મેનિફેસ્ટોનું નામ ન્યાય પત્ર રાખ્યું છે, જેથી તે સ્પષ્ટ થાય કે આ માત્ર ઘોષણાઓ (જાહેરાતો)ની સૂચિ નથી, જેને અમે ચૂંટણી પછી ભૂલી જઈશું. આ એક સંઘર્ષનો અવાજ છે, આ દેશનો અવાજ છે જે આજે ન્યાય માંગી રહ્યો છે.








