મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

Rani Lakshmi Bai Jayanti / આજે પણ નહીં જાણતા હોવ રાણી લક્ષ્મીબાઈના જીવન સાથે જોડાયેલી કેટલીક બાબતો

રાણી લક્ષ્મીબાઈની જન્મજયંતિ 19 નવેમ્બરે ઉજવવામાં આવે છે. દર વર્ષે આ દિવસે ઝાંસીના રાણીની બહાદુરીને સલામ કરવામાં આવે

Rani Lakshmi Bai Jayanti / આજે પણ નહીં જાણતા હોવ રાણી લક્ષ્મીબાઈના જીવન સાથે જોડાયેલી કેટલીક બાબતો

રાણી લક્ષ્મીબાઈની જન્મજયંતિ 19 નવેમ્બરે ઉજવવામાં આવે છે. દર વર્ષે આ દિવસે ઝાંસીના રાણીની બહાદુરીને સલામ કરવામાં આવે છે અને અંગ્રેજો સામેના તેમના શોર્યને યાદ કરવામાં આવે છે. રાણી લક્ષ્મીબાઈની જીવનચરિત્ર અથવા બહાદુરીની ગાથા ઘણી ગાથાઓ છે. તેઓ ઝાંસીના રાણી હતી, જેમણે પતિ અને પુત્રને ગુમાવ્યા હતા અને જ્યાં સુધી તેમનો દત્તક પુત્ર સત્તા સંભાળવા લાયક ન થયો ત્યાં સુધી પોતે ઝાંસીમાં શાસન કર્યું હતું.

આ પણ વાંચો: Indira Gandhi Jayanti / 'મૂંગી ઢીંગલી' થી 'આયર્ન લેડી' બનવા સુધીની સફર, પૂર્વ વડાપ્રધાન વિશેની રસપ્રદ વાતો

બ્રિટિશ સરકારે ઝાંસીને પોતાના અધિકારક્ષેત્રમાં લેવાનો પ્રયાસ કર્યો અને ઝાંસીના કિલ્લા પર હુમલો કર્યો હતો. ત્યારે રાણી લક્ષ્મીબાઈએ અંગ્રેજોના હુમલાનો જડબાતોડ જવાબ આપ્યો હતો. લક્ષ્મીબાઈ, ઘોડા પર સવાર થઈને, તેમના પુત્રને પીઠ પર લઈને અંગ્રેજો સામે લડ્યા હતા. ઝાંસીના રાણીનો ઉલ્લેખ થતાં જ દરેકના મનમાં આ જ તસવીર આવે છે. જો કે આજે પણ રાણી લક્ષ્મીબાઈ વિશે ઘણી એવી વાતો છે જે લોકો નથી જાણતા. આવો જાણીએ રાણી લક્ષ્મીબાઈના જીવન સાથે જોડાયેલી રસપ્રદ વાતો જે કદાચ તમે નહીં જાણતા હોવ.

ઝાંસીના રાણીનું જીવનચરિત્ર

19 નવેમ્બર 1828ના રોજ બનારસમાં જન્મેલા લક્ષ્મીબાઈનું બાળપણનું નામ મણિકર્ણિકા હતું. બધાતેમને પ્રેમથી મનુ કહેતા હતા. તેમના પિતા મોરોપંત તાંબે અને માતા ભાગીરથી સપ્રે હતા. માતાનું અવસાન થયું ત્યારે મનુ ચાર વર્ષની હતી. પિતા બિઠૂર જિલ્લાના પેશવા બાજીરાવ બીજા માટે કામ કરતા હતા. તેમણે લક્ષ્મીબાઈનો ઉછેર કર્યો હતો. આ સમય દરમિયાન તેમણે ઘોડેસવારી, તીરંદાજી, સ્વરક્ષણ અને નિશાનેબાજીની તાલીમ લીધી હતી.

રાણી લક્ષ્મીબાઈનો પરિવાર

1842માં, 14 વર્ષની ઉંમરે મનુના લગ્ન ઝાંસીના શાસક ગંગાધર રાવ નેવલેકર સાથે થયા હતા. લગ્ન પછી તેમનું નામ લક્ષ્મીબાઈ પડ્યું હતું. એ જમાનામાં લગ્ન પછી છોકરીઓના નામ બદલાતા હતા. લગ્ન પછી લક્ષ્મીબાઈએ એક પુત્રને જન્મ આપ્યો જે માત્ર ચાર મહિનામાં મૃત્યુ પામ્યો હતો. પાછળથી તેમના પતિ અને ઝાંસીના રાજાનું પણ અવસાન થયું. પતિ અને પુત્રને ગુમાવ્યા પછી, લક્ષ્મીબાઈએ પોતે જ તેમના સામ્રાજ્ય અને લોકોની સુરક્ષા કરવાનું નક્કી કર્યું હતું.

ઝાંસીને કબજે કરવાનું કાવતરું

તે સમયે બ્રિટિશ ઈન્ડિયા કંપનીના વાઈસરોય ડેલહાઉસીએ વિચાર્યું કે ઝાંસીને કબજે કરવાનો આ વધુ સારો સમય છે કારણ કે રાજ્યનો બચાવ કરવા માટે કોઈ ન હતું. તેણે રાણી લક્ષ્મીબાઈ પર ઝાંસી બ્રિટિશ શાસનને સોંપવા માટે દબાણ કરવાનું શરૂ કર્યું. રાણી લક્ષ્મીબાઈ એ એક સંબંધીના બાળકને દત્તક લીધું, જેનું નામ દામોદર હતું.

અંગ્રેજો અને ઝાંસીના રાણી વચ્ચે યુદ્ધ

બ્રિટિશ સરકારે દામોદરને ઝાંસીના વારસ તરીકે સ્વીકારવાની ના પાડી અને ઝાંસીના કિલ્લાને તેમને સોંપવા કહ્યું. અંગ્રેજોએ સામ્રાજ્ય કબજે કરવાનો પ્રયાસ કર્યો પરંતુ રાણી લક્ષ્મીબાઈ એ કાશીબાઈ સહિત 14,000 બળવાખોરોની મોટી સેના તૈયાર કરી. 23 માર્ચ, 1858ના રોજ, બ્રિટિશ સેનાએ ઝાંસીમાં હુમલો કર્યો અને 30 માર્ચે, તેઓ બોમ્બમારો કરીને કિલ્લાની દિવાલને તોડવામાં સફળ થયા હતા. 17 જૂન, 1858ના રોજ લક્ષ્મીબાઈ છેલ્લા યુદ્ધ માટે રવાના થયા હતા. દત્તક પુત્રને તેમની પીઠ પર બાંધી અને હાથમાં તલવાર સાથે, ઝાંસીના રાણીએ અંગ્રેજો સામે લડત આપી હતી.

લોર્ડ કેનિંગના અહેવાલ મુજબ લક્ષ્મીબાઈને એક સૈનિકે પાછળથી ગોળી મારી હતી. પછી એક સૈનિકે તેમને તલવાર વડે મારી નાખ્યા હતા.

આ સમાચાર શેર કરો