Indian diplomacy/ બે યુદ્ધગ્રસ્ત દેશ આવ્યા એકસાથે, ભારતને ખરીદેલા યુદ્ધજહાજમાં તમામ પાર્ટ્સ રશિયાના અને એન્જિન યુક્રેનનું
રશિયા યુક્રેન વચ્ચે વર્ષોથી ચાલી રહેલા યુદ્ધ વચ્ચે બંને દેશો જુદા જુદા રહેવા છતાં

રશિયા યુક્રેન વચ્ચે વર્ષોથી ચાલી રહેલા યુદ્ધ વચ્ચે બંને દેશો જુદા જુદા રહેવા છતાં એક કાર્ય માટે સાથે રહ્યા છે. ભારતે રશિયા પાસેથી બે ફ્રીગેટ ખરીદવાનો નિર્ણય કર્યો છે. તેથી બીજી બે ફ્રિગેટ પછીથી ભારતમાં બનાવવામાં આવશે. જે ગોવા શિપ યાર્ડમાં નિર્માણ કરાશે.
ફ્રીગેટ સોદામાં રસપ્રદ વાત તે છે કે ફ્રીગેટનું સમગ્ર માળખું રશિયામાં બન્યું છે. પરંતુ તેનું એન્જિન ગેસ ટર્બાઈન યુક્રેનમાં બનેલું છે. ભારતને તે બંને દેશો સાથે સારા સંબંધો છે. ભારતનાં નૌકાદળમાં મોટા ભાગે ગેસ ટર્બાઈન જહાજો છે. તે યુક્રેનના કંપની ઝોરિયા મેશપ્રોટેક્ટ દ્વારા બનાવવામાં આવ્યાં છે. ગેસ ટર્બાઈન્સ બનાવવા માટે આ કંપની વિશ્વ વિખ્યાત છે. ઉલ્લેખનીય છે કે બંને દેશો યુદ્ધ જહાજોનાં નિર્માણમાં સાથે કામ કરે છે. કારણ કે બંનેને તેમાં લાભ છે.
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ગઇકાલે તુશિલ નામક ફ્રિગેટ તરતી મૂકી. આ ફ્રિગેટ મલ્ટી રોલ, સ્લીધ ગાઇડેડ મિસાઇલ્સ સજ્જ છે. તુશિલનો અર્થ છે ઢાલ. તેનાં ચિન્હ ઉપર લખેલું છે.
INS તુશીલ અદ્યતન મિસાઈલથી સજ્જ છે
INS તુશીલ એ ક્રિવાક III વર્ગનું ફ્રિગેટ છે, જે અદ્યતન મિસાઇલોથી સજ્જ છે. ભારતીય નૌકાદળ હાલમાં આવા છ યુદ્ધ જહાજોનું સંચાલન કરે છે. તે બધા રશિયામાં બનાવવામાં આવે છે. રશિયામાં બનાવવામાં આવી રહેલા બે યુદ્ધ જહાજો ઉપરાંત ભારતમાં વધુ બે જહાજ બનાવવામાં આવનાર છે. આ ગોવા શિપયાર્ડમાં બને તેવી શક્યતા છે.
યુક્રેને યુદ્ધ જહાજનું એન્જિન બનાવ્યું
રસપ્રદ વાત એ છે કે આ યુદ્ધ જહાજોમાં ઉપયોગમાં લેવાતા પ્રાથમિક એન્જિન યુક્રેનમાં બનેલા છે. ભારતીય નૌકાદળના કાફલામાં મોટાભાગના જહાજો ગેસ ટર્બાઇન એન્જિનનો ઉપયોગ કરે છે, જે યુક્રેનિયન કંપની ઝોરિયા-માશપ્રોક્ટ દ્વારા બનાવવામાં આવે છે. આ કંપની મરીન ગેસ ટર્બાઈનના ઉત્પાદનમાં વિશ્વની ટોચની કંપનીમાં ગણાય છે.
અત્રે એ નોંધનીય છે કે જ્યારે ભારતે આ યુદ્ધ જહાજનો ઓર્ડર આપ્યો છે ત્યારે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે અને બંને દેશોએ યુદ્ધની વચ્ચે આ ઓર્ડર આપ્યો છે. પરંતુ તેને પૂર્ણ કરવાનો પડકાર પણ મોટો હતો. ભારતે યુક્રેન પાસેથી આ એન્જિન ખરીદવાના હતા અને તેને યુદ્ધ જહાજ પર સ્થાપિત કરતા પહેલા રશિયાને પહોંચાડવાના હતા. જેના કારણે થોડો વિલંબ થયો છે.
INS તુશીલની વિશેષતા?
INS તુશીલ એ ભારતીય નૌકાદળનું નવીનતમ મલ્ટી-રોલ સ્ટીલ્થ ગાઇડેડ મિસાઇલ યુદ્ધ જહાજ છે. તુશીલ એટલે રક્ષણાત્મક કવચ. તેનું શિખર અભેદ્ય ઢાલનું પ્રતિનિધિત્વ કરે છે. INS તુશીલ એ 'પ્રોજેક્ટ 11356' હેઠળ બાંધવામાં આવેલ રશિયન ક્રિવાક III-ક્લાસ ફ્રિગેટ છે. પ્રોજેક્ટ 11356 એ તલવાર ક્લાસ ફ્રિગેટનું કોડ નેમ છે. તે સ્ટીલ્થ, ગાઇડેડ-મિસાઇલ ફ્રિગેટનો એક વર્ગ છે જે ભારતીય નૌકાદળ માટે રશિયામાં ડિઝાઇન કરી બનાવવામાં આવ્યું છે. 1999થી 2013ની વચ્ચે રશિયાએ ભારત માટે આવા છ જહાજ બનાવ્યા છે.
આઈ.એન.એસ. તુશિલ તે શ્રેણીનું 7મું યુદ્ધ જહાજ છે. ભારતે આધુનિક યુદ્ધ જહાજો માટે રશિયા સાથે કરેલા કરારો પ્રમાણે ભારત તે યુદ્ધ જહાજો મેળવી રહ્યું છે. આ કરારો ભારતીય નૌકાદળ એન રશિયાની જેએસસી રોસોબોરોનેક્સપોર્ટ સાથે ઓક્ટોબર 2016માં કરવામાં આવ્યા હતા.








