મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

ઇન્દોરમાં BJP-NOTA વચ્ચે જોરદાર ટક્કર, કોંગ્રેસે ચલાવ્યું હતું ખાસ અભિયાન

Indore Lok Sabha Election Result Live: ઈન્દોરમાં મુખ્ય મુકાબલો ભાજપના શંકર લાલવાણી, બસપાના સંજય સોલંકી અને જનહિત પ

ઇન્દોરમાં BJP-NOTA વચ્ચે જોરદાર ટક્કર, કોંગ્રેસે ચલાવ્યું હતું ખાસ અભિયાન

Indore Lok Sabha Election Result Live: ઈન્દોરમાં મુખ્ય મુકાબલો ભાજપના શંકર લાલવાણી, બસપાના સંજય સોલંકી અને જનહિત પાર્ટીના અભય જૈન વચ્ચે છે. નોટા પણ રેકોર્ડ બનાવવાના તરફ આગળ વધી રહ્યું છે.

નોટાનો રેકૉર્ડ

આ વખતે ઈન્દોરે દેશમાં સૌથી વધુ નોટાનો રેકોર્ડ બનાવ્યો છે. NOTAને 144842 હજાર મત મળ્યા છે. હાલમાં દેશમાં સૌથી વધુ નોટાનો રેકોર્ડ બિહારના ગોપાલગંજના નામે છે. 2019ની ચૂંટણીમાં અહીં 51,660 નોટા પડ્યા હતા. ઈન્દોર આ વખતે આ મામલે રેકોર્ડ બનાવી શકે છે.

ભાજપ કાર્યાલયને શણગારવામાં આવ્યું 

મતગણતરી સ્થળ નેહરુ સ્ટેડિયમની બરાબર સામે ભાજપ કાર્યાલય આવેલું છે. ભાજપ કાર્યાલયને ભગવા રંગથી શણગારવામાં આવ્યું છે. ભાજપના નેતાઓ અને કાર્યકરો પણ અહીં એકઠા થવા લાગ્યા છે. ઈન્દોરમાં કોંગ્રેસનો કોઈ ઉમેદવાર મેદાનમાં નથી, તેથી ભાજપને અહીં દેશની સૌથી મોટી જીતની અપેક્ષા છે.

લોકસભા ચૂંટણી 2024 માટે મતગણતરી ચાલુ

લોકસભા ચૂંટણી 2024 માટે મતગણતરી ચાલુ છે. સૌથી પહેલા બેલેટ પેપરની મતગણતરી શરૂ કરવામાં આવી હતી. દેશમાં તમામ બેઠકનો શરૂઆતનો ટ્રેન્ડ્સ સામે આવ્યો છે, જેમાં NDA 298 અને INDIA ગઠબંધન 221 બેઠક પર આગળ છે. ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રમાં NDA ગઠબંધનને શરૂઆતના ટ્રેન્ડ્સમાં નુકસાન થતું જોવા મળી રહ્યું છે. 

ક્યા રાજ્યમાં કેવી છે સ્થિતિ

ઉત્તર પ્રદેશ (80 બેઠક)

NDA- 44
INDIA- 35
OTH- 01

મહારાષ્ટ્ર (48 બેઠક)

NDA- 26
INDIA- 22
OTH- 00

પશ્ચિમ બંગાળ (42 બેઠક)

TMC- 27
bjp- 13
LF+INC- 02

તમિલનાડુ (39 બેઠક)

DMK- 37
AIADMK- 01
BJP- 01
NTK- 00

કઇ બેઠક પર કોણ આગળ અને કોણ પાછળ

વારાસણી બેઠક પરથી પીએમ મોદી આગળ ચાલી રહ્યાં છે.
મથુરા બેઠક પરથી ભાજપના હેમા માલિની આગળ ચાલી રહ્યાં છે.
હિમાચલ પ્રદેશની મંડી બેઠક પરથી ભાજપના કંગના રનૌત પાછળ છે.
બિહારની હાજીપુર બેઠક પરથી ચિરાગ પાસવાન આગળ ચાલી રહ્યાં છે.
પશ્ચિમ બંગાળમાં ભાજપ-TMC વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે.
છિંદવાડાથી કોંગ્રેસના નકુલનાથ પાછળ ચાલી રહ્યાં છે.
ગુનાથી ભાજપના જ્યોતિરાદિત્ય સિંધિયા આગળ ચાલી રહ્યાં છે.
લખનૌથી ભાજપના રાજનાથ સિંહ આગળ ચાલી રહ્યાં છે.
કારાકાટથી અપક્ષ ઉમેદવાર પવન સિંહ આગળ ચાલી રહ્યાં છે.
ઉત્તર પ્રદેશની 69 બેઠકના વલણમાં 39 બેઠક પર ભાજપ આગળ ચાલી રહ્યું છે.
મેરઠથી ભાજપના અરુણ ગોવિલ પાછળ ચાલી રહ્યાં છે.
નાગપુર બેઠક પરથી ભાજપના નીતિન ગડકરી આગળ ચાલી રહ્યાં છે.
મૈનપુરીથી સપાના ડિમ્પલ યાદવ આગળ વધી રહ્યું છે.
અમેઠી બેઠક પરથી સ્મૃતિ ઇરાની આગળ ચાલી રહ્યાં છે.
કન્હૈયા કુમાર ઉત્તર પૂર્વ દિલ્હીથી પાછળ ચાલી રહ્યાં છે.
ગુજરાતની બેઠકની વાત કરીએ તો અમિત શાહ ગાંધીનગર બેઠક પરથી આગળ ચાલી રહ્યાં છે.
બનાસકાંઠામાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર જ્યારે ભરૂચ બેઠક પર આપના ચૈતર વસાવા આગળ ચાલી રહ્યાં છે.
રાજકોટ બેઠક પર પરશોત્તમ રૂપાલા આગળ ચાલી રહ્યાં છે.
દિલ્હીની તમામ 7 બેઠક પર NDA આગળ

બધાની નજર હોટ સીટો પર રહેશે

1. વારાણસી (ઉત્તર પ્રદેશ): નરેન્દ્ર મોદી (ભાજપ) વિ અજય રાય (કોંગ્રેસ)
2. ગાંધીનગર (ગુજરાત): અમિત શાહ (ભાજપ) વિ સોનલ પટેલ (કોંગ્રેસ)
3. લખનૌ (ઉત્તર પ્રદેશ): રાજનાથ સિંહ (ભાજપ) વિ રવિદાસ મેહરોત્રા (SP).
4. નવી દિલ્હી (દિલ્હી): બાંસુરી સ્વરાજ (ભાજપ) વિ સોમનાથ ભારતી (આપ)
5. મેરઠ (ઉત્તર પ્રદેશ): અરુણ ગોવિલ (ભાજપ) વિ સુનિતા વર્મા (SP)
6. ડાયમંડ હાર્બર (પશ્ચિમ બંગાળ): અભિષેક બેનર્જી (TMC) વિ અભિજીત દાસ (BJP)
7. ગુના (મધ્યપ્રદેશ): જ્યોતિરાદિત્ય સિંધિયા (ભાજપ) વિ. યાદવેન્દ્ર રાવ (કોંગ્રેસ).
8. હસન (કર્ણાટક): પ્રજ્વલ રેવન્ના (JDS) વિ શ્રેયસ પટેલ (કોંગ્રેસ).
9. મંડી (હિમાચલ પ્રદેશ): કંગના રનૌત (ભાજપ) વિ વિક્રમાદિત્ય સિંહ (કોંગ્રેસ)
10. ઉત્તર-પૂર્વ દિલ્હી (દિલ્હી): મનોજ તિવારી (ભાજપ) વિ કન્હૈયા કુમાર (કોંગ્રેસ)
11. નાગપુર (મહારાષ્ટ્ર): નીતિન ગડકરી (ભાજપ) વિ વિકાસ ઠાકરે (કોંગ્રેસ)
12. વાયનાડ (કેરળ): રાહુલ ગાંધી (કોંગ્રેસ) વિ. કે. સુરેન્દ્રન (ભાજપ)
13. બારામતી (મહારાષ્ટ્ર): સુપ્રિયા સુલે (NCP (SP)) વિ સુનેત્રા પવાર (NCP)
14. હૈદરાબાદ (તેલંગાણા): અસદુદ્દીન ઓવૈસી (AIMIM) વિ માધવી લતા (BJP).
15. કન્નૌજ (ઉત્તર પ્રદેશ): અખિલેશ યાદવ (SP) વિ સુબ્રત પાઠક (BJP)
16. રાયબરેલી (ઉત્તર પ્રદેશ): રાહુલ ગાંધી (કોંગ્રેસ) વિ દિનેશ પ્રતાપ સિંહ (ભાજપ)
17. પુરી (ઓડિશા): સંબિત પાત્રા (BJP) વિ અરુણ પટનાયક (BJD)
18. વિદિશા (મધ્યપ્રદેશ): શિવરાજ સિંહ ચૌહાણ (ભાજપ) વિ પ્રતાપભાનુ શર્મા (કોંગ્રેસ)
19. કરનાલ (હરિયાણા): મનોહર લાલ ખટ્ટર (ભાજપ) વિ દિવ્યાંશુ બુધિરાજા (કોંગ્રેસ).
20. કૃષ્ણનગર (પશ્ચિમ બંગાળ): મહુઆ મોઇત્રા (TMC) વિ અમૃતા રોય (BJP)

આ સમાચાર શેર કરો