જબલપુરથી હૈદરાબાદ જતી ઇન્ડિગો ફ્લાઇટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, નાગપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ
જબલપુરથી હૈદરાબાદ જતી ઇન્ડિગોની ફ્લાઇટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ફ્લાઇટને બોમ્બથી ઉડાવી દેવા

જબલપુરથી હૈદરાબાદ જતી ઇન્ડિગોની ફ્લાઇટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ફ્લાઇટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ નાગપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.
ઇન્ડિગોની ફ્લાઇટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
જબલપુરથી હૈદરાબાદ જતી ઇન્ડિગોની ફ્લાઇટ 6 E-7308નું નાગપુર એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. એરપોર્ટ પર બોમ્બ અને ડૉગ સ્કવોર્ડ સહિત સુરક્ષા એજન્સીના અધિકારી પણ પહોંચી ગયા હતા. CISF સિવાય મહારાષ્ટ્ર પોલીસે પણ તપાસ હાથ ધરી છે.
વિમાનમાં જબલપુરથી 62 મુસાફર સવાર થયા હતા. જોકે, કંપનીએ થોડી વારમાં જ નાગપુરથી હૈદરાબાદ માટે વિમાન ઉડવાનો દાવો કર્યો છે.
મહત્ત્વપૂર્ણ છે કે સવારે 8 વાગ્યે જબલપુરના ડુમના એરપોર્ટથી ઇન્ડિગોનું વિમાન હૈદરાબાદ માટે ઉડ્યુ હતું. 9.20 વાગ્યે વિમાનના કેપ્ટને નાગપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કર્યું હતું.







