મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

ભારતના વિસ્ફોટક ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગના ભાઈની ધરપકડ, જાણો શું છે મામલો?

ભારતના વિસ્ફોટક ઓપનર વીરેન્દ્ર સેહવાગ પર મુસીબતોનો પહાડ તૂટી પડ્યો છે. ખરેખર, તેના નાના ભાઈ વ

ભારતના વિસ્ફોટક ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગના ભાઈની ધરપકડ, જાણો શું છે મામલો?

ભારતના વિસ્ફોટક ઓપનર વીરેન્દ્ર સેહવાગ પર મુસીબતોનો પહાડ તૂટી પડ્યો છે. ખરેખર, તેના નાના ભાઈ વિનોદ સેહવાગની ચંદીગઢ પોલીસે ધરપકડ કરી છે. કોર્ટે ભાગેડુ જાહેર કર્યા બાદ, સેહવાગના ભાઈની ચંદીગઢના મણિમજરા પોલીસ સ્ટેશનની પોલીસે ધરપકડ કરી છે. ચેક બાઉન્સ કેસમાં કોર્ટમાં હાજર ન થવા બદલ વિનોદ સેહવાગને ભાગેડુ જાહેર કરવામાં આવ્યો હતો.

શું છે સમગ્ર મામલો?

આ મામલો 2018નો હતો જ્યારે હિમાચલ પ્રદેશના બદ્દીમાં શ્રી નૈના પ્લાસ્ટિક નામની કંપનીએ જાલ્ટા કંપની પાસેથી સામાન મગાવ્યું હતું. આ ડીલ હેઠળ જાલ્ટા કંપનીએ કુલ 7 કરોડ રૂપિયાના 7 ચેક ઈશ્યૂ કર્યા હતા. પણ આ ચેક બેન્કમાં જમા કર્યા તો પૂરતું બેલેન્સ ન હોવાને કારણે ચેક બાઉન્સ થયો હતો.

કંપનીએ મજબૂર થઈ ફરિયાદ કરી...

આરોપ છે કે નૈના પ્લાસ્ટિક કંપનીએ જ્યારે જાલ્ટા કંપનીનો સંપર્ક સાધ્યો તો પણ પેમેન્ટ ન ચૂકવાયું. તેના પછી કાનૂની નોટિસ મોકલી 15 દિવસમાં પૈસાની માગ કરવામાં આવી તેમ છતાં પેમેન્ટ ન મળ્યું. મજબૂર થઇને નૈના પ્લાસ્ટિકે 2018માં જાલ્ટા કંપની અને ત્રણ ડિરેક્ટર વિષ્ણુ મિત્તલ, સુધીર મલ્હોત્રા અને વિનોદ સેહવાગ સામે કેસ દાખલ કરાવ્યો હતો.                

વીરેન્દ્ર સેહવાગના ભાઈનો ચોંકાવનારો દાવો

2018-2019 દરમિયાન આ મામલે નીચલી અદાલતોમાં સુનાવણી કરાઈ અને જામીનપાત્ર તથા પછીથી બિનજામીનપાત્ર વોરન્ટ ઈશ્યૂ થયા. 22 જુલાઈ 2019ના રોજ વીરેન્દ્ર સેહવાગનો ભાઈ વિનોદ સેહવાગે કોર્ટમાં અપીલ કરી અને 2 લાખ રૂપિયાના બોન્ડ પર જામીન મેળવી લીધા. ત્યારબાદ ઓક્ટોબર 2019માં સેશન કોર્ટના સમન્સને પડકાર્યો અને કોર્ટમાં દાવો કર્યો કે હું ન તો કંપનીનો ડિરેક્ટર છું અને ન તો કર્મચારી.

વિનોદ વીરેન્દ્ર સેહવાગનો નાનો ભાઈ છે

વિનોદ સેહવાગ ભારતના દિગ્ગજ ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગના નાના ભાઈ હોવાનું કહેવાય છે. વીરેન્દ્ર સેહવાગને ચાર ભાઈ-બહેન છે. તેની બંને બહેનો તેનાથી મોટી છે. તેનો ભાઈ વિનોદ તેના કરતા નાનો છે અને હાલમાં પોલીસ કસ્ટડીમાં છે.

આ સમાચાર શેર કરો