Indian Railways: ટ્રેન મુસાફરો માટે આનંદના સમાચાર: આ 10 મુખ્ય ટ્રેનોમાં સુપરફાસ્ટ ચાર્જ નાબૂદ કરાયો, એપ્રિલથી ટિકિટ સસ્તી થશે

Indian Railways: જો તમે અવારનવાર લાંબા અંતરની ટ્રેન મુસાફરી કરો છો, તો ભારતીય રેલવે તમારા માટે એક રાહતના સમાચાર લાવ્યું છે. મુસાફરોની લાંબા સમયની માગણીને ધ્યાનમાં રાખીને રેલવે દ્વારા દેશની 10 મુખ્ય ટ્રેનોમાંથી 'સુપરફાસ્ટ'નો દરજ્જો હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી ટિકિટના દરમાં ઘટાડો થશે અને સામાન્ય મુસાફરોના ખિસ્સા પરનો ભાર હળવો થશે.
13થી 16 એપ્રિલ વચ્ચે લાગુ થશે નવો નિયમ
રેલવેની આ નવી વ્યવસ્થા એપ્રિલ મહિનાના મધ્યમાં એટલે કે 13થી 16 એપ્રિલની વચ્ચે લાગુ કરવામાં આવશે. જે ટ્રેનોમાંથી સુપરફાસ્ટ ટેગ હટાવવામાં આવ્યો છે તે હવે સામાન્ય એક્સપ્રેસ શ્રેણીમાં દોડશે અને તેમના ટ્રેન નંબર પણ બદલાઈ જશે.
| ટ્રેનનું નામ | જૂનો નંબર | નવો નંબર | લાગુ પડતી તારીખ |
| પ્રયાગરાજ રામબાગ-હાવડા, વિભૂતિ એક્સપ્રેસ | 12334 | 13048 | 14 એપ્રિલ |
| હાવડા-પ્રયાગરાજ રામબાગ, વિભૂતિ એક્સપ્રેસ | 12333 | 13047 | 13 એપ્રિલ |
| હાવડા-કાલકા નેતાજી એક્સપ્રેસ | 12311 | 13051 | 13 એપ્રિલ |
| કાલકા-હાવડા નેતાજી એક્સપ્રેસ | 12312 | 13052 | 15 એપ્રિલ |
| હાવડા-દેહરાદૂન ઉપાસના એક્સપ્રેસ | 12327 | 13035 | 14 એપ્રિલ |
| હાવડા-જમ્મુતવી હિમગિરી એક્સપ્રેસ | 12331 | 13041 | 14 એપ્રિલ |
(નોંધ: કુંભ એક્સપ્રેસના નંબરો પણ બદલાઈને 13037 અને 13038 થશે)
ભાડામાં કેટલો ઘટાડો થશે?
અત્યાર સુધી મુસાફરોને ફરિયાદ હતી કે જે ટ્રેનો સુપરફાસ્ટની ગતિએ નથી ચાલતી તેમાં વધારાનો ચાર્જ કેમ વસૂલવામાં આવે છે. હવે દરજ્જો બદલાતા સ્લીપર કોચમાં રૂપિયા 30 અને AC કોચમાં રૂપિયા 45 સુધીનો સુપરફાસ્ટ ચાર્જ આપવો પડશે નહીં.

