મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

ભારતીય સેનામાં સામેલ થશે 'Zorawar' ટેન્ક, ગુજરાતમાં કરાયું ટેસ્ટિંગ;ચીનની સરહદે થશે તૈનાત

ચીનની ઉંઘ ઉડાવવા માટે ભારતીય સેનામાં 'Zorawar' સામેલ થવા જઇ રહ્યું છે. આકારમાં નાનુ અને મુશ્કેલ વિસ્તારમાં આસ

ભારતીય સેનામાં સામેલ થશે 'Zorawar' ટેન્ક, ગુજરાતમાં કરાયું ટેસ્ટિંગ;ચીનની સરહદે થશે તૈનાત

ચીનની ઉંઘ ઉડાવવા માટે ભારતીય સેનામાં 'Zorawar' સામેલ થવા જઇ રહ્યું છે. આકારમાં નાનુ અને મુશ્કેલ વિસ્તારમાં આસાનીથી ચાલવામાં માહેર આ ટેન્કે એક પડાવ પાર કર્યો છે. 2 વર્ષની અંદર ભારતમાં જ બનાવવામાં આવ્યું છે અને હવે તેને લદ્દાખમાં ચીન સાથે જોડાયેલી બોર્ડરમાં તૈનાત કરવામાં આવશે. હજીરા, સુરતમાં આ ટેન્કનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

ગુજરાતમાં ટેન્કનું પરીક્ષણ કરવામાં આવ્યું

25 ટન વજનની આ ટેન્કને વિમાન દ્વારા પહોંચાડી શકાય છે. 2027 સુધી Zorawarને સેનામાં સામેલ થવાની આશા છે. આ ટેન્કનું નામ 19મી સદીના સૈન્ય કમાન્ડર જોરાવર સિંહના સમ્માનમાં રાખવામાં આવ્યું છે. સંરક્ષણ અને અનુસંધાન સંગઠન (DRDO) અને લાર્સન એન્ડ ટુબ્રોએ મળીને તેને બનાવ્યું છે. DRDO પ્રમુખ ડૉ. સમીર વી કામથે હજીરામાં લાર્સન એન્ડ ટુબ્રોના પ્લાન્ટનું નીરિક્ષણ કર્યું હતું અને તેની ખાસિયત જાણી હતી. ગુજરાતના રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જોરાવરનો વીડિયો સોશિયલ મીડિયા સાઇટ એક્સ પર શેર કર્યો છે.

Zorawarની ખાસિયત

Zorawarની સૌથી મોટી ખાસિયત આ છે કે તે ઘણુ હલકુ છે. Zorawarનું વજન 25 ટન છે. આવુ પ્રથમ વખત છે જ્યારે આટલા ઓછા સમયમાં કોઇ નવી ટેન્કની ડિઝાઇન કરીને તેને ટેસ્ટિંગ માટે તૈયાર કરવામાં આવી છે. શરૂઆતમાં સેનાને 59 ટેન્ક આપવામાં આવશે. તે બાદ સેનાને કૂલ 295 ટેન્ક આપવામાં આવશે. આ ટેન્કને કેટલાક જથ્થામાં સેનાને સોપવામાં આવશે. ચીનની સરહદ પર ટકરાવ વચ્ચે ભારતીય સેનાનો 354 જોરાવર ટેન્ક ખરીદવાનું લક્ષ્ય જણાવે છે કે આ ભવિષ્યની ચિંતાઓને જોઇને કરવામાં આવી રહ્યું છે.

25 ટન વજન અને 750 હૉર્સ પાવરના દમદાર એન્જિનથી ચાલનાર Zorawar લાઇટ ટેન્કની મારક ક્ષમતા પણ ઘણી તીવ્ર છે. 105 મિમીથી વધુ કેલિબરની ગન લાગેલી છે જેનાથી એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ છોડી શકાય છે. જોરાવરમાં ડ્રોનની સાથે બેટલ મેનેજમેન્ટ સિસ્ટમ પણ લગાવવામાં આવી છે. આ મુશ્કેલ પહાડી વિસ્તારમાં પણ ઓપરેશન કરી શકે છે, જ્યા બીજી ટેન્ક પહોંચી શકતી નથી. જોરાવરને સી-17 વિમાનમાં લઇ જવાની ક્ષમતા છે.

ચીનની આ ટેન્કને ટક્કર આપશે Zorawar

ચીનની લાઇટ ટેન્કની વાત કરીએ તો ચીને પોતાના ZTQ-15 અથવા ટાઇપ 15 ટેન્કને પુરા LAC પર તૈનાત કરી રાખી છે. આ ટેન્ક 33 ટન વજનની છે અને ઓછા વજનને કારણે આ આસાનીથી ઉંચાઇ ધરાવતી જગ્યા પર ચઢી જાય છે. ભારતીય સેનાની વર્તમાન રશિયન બનાવટની ટેન્ક T-72 અને T-90નું વજન 40 ટન કરતા વધારે છે પરંતુ ભારતીય ટેન્કની મારક ક્ષમતા ચીની લાઇટ ટેન્ક કરતા વધુ મજબૂત છે. જોરાવર ટેન્કનું વજન તેના મુકાબલે ઘણુ ઓછુ છે. ચીનનું ટાઇપ-15 ટેન્ક 1000 હૉર્સ પાવરની ક્ષમતા ધરાવે છે જેમાં 105 મિમી કેલિબરની ગન લાગેલી છે. જોરાવર 30 પ્રતિ હૉર્સ પાવરની ક્ષમતાથી લેસ છે. 

આ સમાચાર શેર કરો